Aapnu Gujarat
રમતગમત

આજે બેંગ્લોર-પંજાબ વચ્ચે રોમાંચક જંગ

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે જંગ ખેલાનાર છે. આઈપીએલની ૪૮મી મેચમાં બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. એકબાજુ કિંગ્સ ઇલેવન પંજાબ ૧૧ મેચોમાં છ જીત અને પાંચ હાર સાથે ૧૨ પોઇન્ટ ધરાવે છે અને તે સ્પર્ધામાં અકબંધ છે જ્યારે બીજી બાજુ આરસીબીની હાલત ખુબ જ કફોડી બનેલી છે. આરસીબીએ ૧૧ મેચોમાં ચારમાં જીત મેળવી છે. તેના આઠ પોઇન્ટ છે જેથી બેંગ્લોર માટે પણ તેની પ્રતિષ્ઠા બચાવવાની તક રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની છેલ્લી મેચમાં દિલ્હી પર જીત મેળવી હતી. આ મેચમાં દિલ્હીએ ચાર વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન કરીને આ મેચ જીતી લીધી હતી. મેચમાં ટોસ પણ મહત્વની ભૂમિકા અદા કરશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આજની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. જે પૈકી ૪૫મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.

Related posts

શ્રી સોમનાથ તીર્થધામમાં શિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ

aapnugujarat

भारत आने से पहले फैफ डुप्लेसी की छूटी फ्लाइट, ट्विटर पर बयां किया दर्द अपना

aapnugujarat

एमएस धोनी के रिटायरमेंट पर मीडिया में आ रही खबरें गलत : एमएसके प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1