Aapnu Gujarat
મનોરંજન

કઠુઆ ગેંગરેપ ઘૃણાસ્પદ કૃત્ય : અમિતાભ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કઠુઆ ગેંગરેપ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અમિતાભે જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવાનું ઘૃણાસ્પદ લાગે છે. આ મામલે પોતાની આગામી ફિલ્મ ૧૦૨ નોટઆઉટના એક ગીતના લોન્ચિંગ વેળા વાત કરી હતી. જો કે, ૭૫ વર્ષીય મહાનાયક અમિતાભ બચ્ચનને પુછવામાં આવ્યું હતું કે, જેવી રીતે દેશમાં બળાત્કારની ઘટનાઓ બની રહી છે તેના પર બેટી બચાવો બેટી પઢાઓના એમ્બેસેડર તરીકે તમારા વિચારો શું છે. અમિતાભે જવાબમાં કહ્યું હતું કે, આ મામલે ચર્ચા કરવી ઘૃણાસ્પદ લાગે છે. આવા મુદ્દાઓને ઉઠાવવા ન જોઇએ. આ મામલે વાત કરવી ભયાનક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેંગરેપના મામલાને લઇને સોનમ કપૂર, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, કલ્કિ કોચલિન, રિચા ચઢ્ઢા અને અનેક બોલીવુડ કલાકારોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી હતી. આ પહેલા બોલીવુડની અનેક નામી હસ્તીઓએ ઘટનાને નિંદનીય ગણાવી ચુક્યાં છે. જમ્મુના કઠુઆમાં બકરવાલ સમુદાયની ૮ વર્ષની માસૂમ બાળકી સાથે ૫ લોકોએ કેટલાંક દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. જે બાદ તેની હત્યા કરી તેના મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો. ૧૦ એપ્રિલે કેસની ચાર્જશીટમાં બાળકી સાથે ક્રુરતા થઈ હોવાનો ખુલાસો થયો હતો. અમિતાભ બચ્ચનને કઠુઆ કેસને લઈને સવાલ પૂછ્યો હતો. આ અંગે તેઓએ તેને નિંદનીય અને ઘણું જ દુખદ ગણાવ્યું હતું. ગુરૂવારે અમિતાભ અને રૂષિ કપૂર પોતાની આગામી ફિલ્મ ૧૦૨ નોટ આઉટના સોંગ લોન્ચિંગ સમયે મીડિયા સાથે રૂબરૂ થયા હતા. આ દરમિયાન અમિતાભે રેપ અને ગેંગરેપની ઘટના અંગે પોતાની વાત રાખી હતી. ગેંગરેપ મામલે પીડિતાને ન્યાય મળે તે આશયથી વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં પ્રદર્શન કર્યું હતું. જેને લઈને ગુરૂવારે સરકારે અને સ્કૂલ અને કોલેજને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

Related posts

સલમાન -જેક્લીનની ફિલ્મને લઇ ચાહકોમાં ઉત્સુકતા

aapnugujarat

સેક્સી સની લિયોન બંગાળી ફિલ્મમાં નાનકડા રોલમાં છે

aapnugujarat

ધ કપિલ શર્મા શોમાં જોવા નહીં મળે ભારતી સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1