Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજ લોયા કેસ : કોંગ્રેસ સ્વતંત્ર ચકાસણીની માંગ લઇ મક્કમ

સીબીઆઈના ખાસ જજ બીએચ લોયાના મોત મામલા પર એસઆઈટી દ્વારા તપાસ કરવાના સુપ્રીમ કોર્ટના ઇન્કાર બાદ કોંગ્રેસ તેની માંગ પર યથાવત છે. આ ચુકાદા અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે આ મુદ્દે હજી ઘણા સવાલો વણઉકેલ્યા છે. રણદીપ સુરજેવાલેએ કહ્યું હતું કે, જજ લોયાના મોત બાદ તેમના બે અન્ય સાથીઓના પણ મોત થયા હતા. આ મુદ્દે ઘણા પ્રકારના ઓરોપો સામે આવ્યા હતા જેથી આ મુદ્દે નિષ્પક્ષ થવી જોઇએ. કોંગ્રેસને સુપ્રીમ કોર્ટના ૪૪ વરિષ્ઠ જજોની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તે જજોએ પણ જજ લોયાના વિષયમાં ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, એ શરમજનક છે કે, જજ લોયાનું મોત ભાજપ માટે ઉજવણી કરવાનો મામલો છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ભારતના લોકોને જવાબ જોઇએ છે. તપાસથી સ્પષ્ટ થશે, પરંતુ જજ લોયાના મુદ્દે અત્યાર સુધી તપાસ કરવામાં આવી જ નથી. કોઇ નક્કી નથી કરી શકતા કે મોત કુદરતી છે કે નહીં. શું માત્ર જજોના નિવેદનના આધારે અન્ય દસ્તાવેજો અને શંકાસ્પદ પરિસ્થિતિઓને નજરઅંદા કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે સ્વતંત્ર તપાસ કરાવવાની અપીલને કોંગ્રેસે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ મુદ્દાનો કોઇ આધાર નથી. માટે તપાસ ન થઇ શકે. કોંગ્રેસે જજ લોયાના મોત મામલે ૧૦ મુદ્દા ગણાવ્યા હતા અને કહ્યું હતુ ંકે, તેમનું મોત સંદિગ્ધરીતે થયું હતું. સોહરાબુદ્દીન અને પ્રજાપતિના કેસને ૨૦૧૨માં જજને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જજ ઉત્પતનું પણ ટ્રાન્શફર કરી દેવામાં આવ્યું હતું. જજ લોયાને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ અને એક ફ્લેટ આપવા માટે લાલચ પણ અપાઈ હતી. નાગપુરમાં તેમની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી હતી. જજ લોયા મુંબઈથી નાગપુર ટ્રેન મારફતે ગયા હતા.

Related posts

मणिपुर में सेना के जवानों पर आतंकी हमला, 3 जवान शहीद

editor

करदाता बेहतर सेवाओं के हकदार : सीतारमण

editor

એસસી એક્ટ અંગે વટહુકમ લાવવાની કેન્દ્રની વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1