Aapnu Gujarat
બિઝનેસ

સીરીયામાં મિસાઈલ હુમલા બાદ ચાલી રહેલા વૈશ્વિક તણાવથી ક્રુડની કિંમતમાં ઉછાળો

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલા બાદથી વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડ માર્કેટ પર જોવા મળી. ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૭૨ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ છે. ઉપરાંત ગ્લોબલ ટેન્શનના કારણે ઇન્ડિયન બાસ્કેટની કિંમત વધીને ૪૦ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે ત્યારે હજુ સંભાવના દર્શાવાઇ છે કે ક્રૂડની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.સીરિયામાં ચાલી રહેલા તણાવથી પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ચુકી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ ભાવ બાંધણાની પ્રક્રિયાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ સતત વધી રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે ઘેરા બની રહેલા સંકટના કારણે આ કિંમત હજુ પણ ઉંચકાવવાની શક્યતા છે.
સીરિયા પર હુમલા બાદ અમેરિકા અને રશિયાની વચ્ચેનો તણાવ એટલો વધી ગયો છે કે જાણકારોને ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ સંભળાવવા લાગી. સીરિયામાં ચાલી રહેલા તણાવની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર જોવા મળી રહી છે. ૨૦૧૪ બાદ ક્રૂડ ઓઇલની કિંમત સૌથી ઉંચાઇ પર છે.રિસર્ચ ફર્મ જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા દ્વારા સીરિયા પર કરાયેલા હુમલા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયો છે. તેનાથી ઇરાન ઉપર પણ નવા અમેરિકન પ્રતિબંધોની આશંકા વધી ગઇ છે. જેપી મોર્ગન મુજબ સીરિયા ક્રૂડ ઓઇલ ઉત્પાદનના મોટા ક્ષેત્રની વચ્ચે આવેલો દેશ છે. જો અહીંયા તણાવ વધશે તો ક્રૂડની કિંમતો પણ ખરાબ અસર પડશે. આગામી સમયમાં ક્રૂડની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે.હાલમાં ક્રૂડની કિંમત ૭૨ ડોલર પ્રતિ બેરલ છે. જો ક્રૂડની કિંમત ૮૦ ડોલર સુધી પહોંચી જશે તો ભારતમાં તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડવાનું નક્કી છે.ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. અને તે આયાતની ક્રૂડની કિંમત અમેરિકન ડોલરમાં ચુકવે છે. જો ક્રૂડની કિંમત વધશે તો ભારતે વધુ ડોલર ચુકવવા પડશે. જેની અસર ડોલર સામે રૂપિયાની કિંમત પર પડશે. ડોલરની વધુ ડિમાન્ડ રહેશે તો ડોલરનો ભાવ વધુ મજબૂત બનશે. અને તેની સામે રૂપિયો નબળો પડશે. તેવામાં ભારત ઉપર ક્રૂડની કિંમતમાં થનારા વધારાનો બેવડો માર પડી શકે છે. આ ઉપરાંત રૂપિયા નબળો પડવાથી અને ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી આયાત માટે સરકારે વધુ નાણા ખર્ચ કરવા પડશે. જેની અસર સરકારની નાણાકીય ખાદ્ય પર પણ પડશે.અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયામાં કરવામાં આવેલા હુમલા બાદથી ક્રૂડ માર્કેટમાં વધુ હલચલ જોવા મળી રહી છે. તેવામાં જો આ સંકટ વધુ ઘેરૂ બનશે તો આગામી દિવસોમાં ક્રૂડની કિંમતનો કકળાટ વધી જાય તેવી શક્યતા છે.

Related posts

સોના પર આયાત ડ્યુટી નહીં ઘટે તેવા સંકેત

aapnugujarat

फडणवीस सरकार ने रामदेव को दिया सोयाबीन यूनिट के लिए आधी दरों पर जमीन का ऑफर

aapnugujarat

सरकार ने इनकम टैक्स रिटर्न्स भरने की मियाद बढ़ाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1