Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતને ચલાવવાની દિશા મોદીએ ગુમાવી છે : રાહુલ

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી ખુબ જ આક્રમક દેખાયા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદી અને ભાજપ દેશને ચલાવવાની દિશા ગુમાવી ચુક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક વ્યક્તિગત તરીકે આ દેશને ચલાવી શકાય નહીં. પોતાના લોકોની વાત સાંભળીને પોતાની ઇચ્છાથી દેશને ચલાવવામાં આવી રહ્યો છે.
ચાર વર્ષ શાસન કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે, મોદી એકાએક દિશા ગુમાવી ચુક્યા છે. દરેક વ્યક્તિ જોઇ શકે છે કે, સ્થિતિ બદલાઈ રહી છે. તેમના ભાષણમાં પણ આ બાબત જોઈ શકાય છે. એક પ્રશ્નના જવાબમાં રાહુલે મોદી અને ભાજપ માટે માનસિકતાની વાત પણ કરી હતી. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે દિવસ રહ્યા નથી ત્યારે રાહુલ ગાંધી હાલમાં જોરદાર પ્રચારમાં વ્યસ્ત છે. બાબા સાહેબ આંબેડકરને લઇને આગામી દિવસોમાં જોરદાર રાજનીતિ થઇ શકે છે. હાલમાં જ ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણી દરમિયાન બસપ અને સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યા હતા જેના પરિણામ સ્વરુપે ભાજપની બંને સીટો ઉપર હાર થઇ હતી. આ બંને સીટ ગુમાવી દીધા બાદ વિરોધ પક્ષો સંયુક્ત થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે, હજુ અનેક અચડણો સંયુક્ત વિપક્ષ આડે પણ દેખાઈ રહી હોવાના અહેવાલ સતત મળી રહ્યા છે.

Related posts

ચાર પી ફોર્મ્યુલાના આધારે કેબિનેટમાં નવા ચહેરા ઇન

aapnugujarat

प्रधानमंत्री पूरी दुनिया घूमते हैं लेकिन किसानों से मिलने दिल्ली बॉर्डर तक नहीं गए -प्रियंका गांधी

editor

અંધાધૂંધ લોનના લીધે NPAની કટોકટી સર્જાઈ : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1