Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાની હવે બ્રિટનનાં ૫૦ રાજદ્વારીઓ પર તરાપ

અમેરિકા અને યુરોપિયન સંઘના કેટલાક દેશો સહિત સંખ્યાબંધ દેશોએ રશિયાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કર્યા પછી રોષે ભરાયેલા રશિયાએ વળતાં પગલાંરૂપે શુક્રવારે ૨૩ દેશના ૫૯ રાજદ્વારીઓની રશિયામાંથી હકાલપટ્ટી કરી હતી. રશિયાએ બ્રિટનને પણ તેના ૫૦થી વધુ રાજદ્વારીઓ પાછા બોલાવી લેવા કહ્યું હતું.
આ માટે બ્રિટનને ૧ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આમ અમેરિકા અને રશિયા વચ્ચેનું શીતયુદ્ધ વધુ વકરવાના સંકેતો મળે છે. રશિયાએ જે રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે તેમાં મોટાભાગના યુરોપિયન યુનિયનના સભ્ય દેશો છે.આ અગાઉ ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશના કેટલાક રાજદ્વારીઓએ રશિયામાં તેમને આપવામાં આવેલી સત્તાવાર કાર પાછી સોંપવા રશિયાનાં વિદેશમંત્રાલયની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ, કેનેડા, જર્મનીઅને પોલેન્ડે કહ્યું કે તેમના રાજદ્વારીઓને દેશ છોડવા રશિયાએ આદેશ આપ્યો હતો.રશિયાએ દાવો કર્યો હતો કે પશ્ચિમના દેશો સામે અમે ડિપ્લોમેટિક યુદ્ધ છેડયું નથી. રશિયાના પ્રમુખ પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે રશિયા ક્યારેય કોઈ પ્રતિબંધો લાદવામાં માનતો નથી. રશિયાએ ગુરુવારે અમેરિકાના ૬૦ રાજદ્વારીઓને રશિયામાંથી હાંકી કાઢયા હતા અને સેન્ટ પીટર્સબર્ગ ખાતેની અમેરિકાની એલચી કચેરી બંધ કરી હતી. પૂર્વ જાસૂસની હત્યાના પ્રયાસ પછી અમેરિકા, ઈયુ અને નાટો દેશોએ ૧૫૦થી વધુ રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી.

Related posts

ભારત સરકારની ૨૦ સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આદેશ આપ્યા

editor

कश्मीर के लिए घरों से बाहर निकलें पाकिस्तानी, आधे घंटे तक करें प्रदर्शन : पीएम खान

aapnugujarat

पाक के पूर्व राष्ट्रपति आसिफ अली जरदारी भ्रष्‍टाचार के मामले में गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1