Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીનો આરોપઃ પીએમ મોદીની ‘નમો’ એપનાં યૂઝર્સની ડેટા લીક કરાઈ છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એવો આરોપ મૂક્યો છે કે મોદીની સત્તાવાર મોબાઈલ એપ પરથી યૂઝર્સની વિગતો અમેરિકાની કંપનીઓને લીક કરી દેવામાં આવી છે.રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને આ આરોપ મૂક્યો છે. ટ્‌વીટમાં લખ્યું છે, ‘હાઈ! મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડા પ્રધાન છું. તમે જ્યારે મારી સત્તાવાર એપ પર સાઈન અપ કરશો ત્યારે હું તમારી તમામ ડેટા અમેરિકાની કંપનીઓમાં રહેલા મારા મિત્રોને આપીશ.’રાહુલે આમ કહેવા સાથે એક અખબારી અહેવાલનો ઉલ્લેખ કર્યો છે જે અહેવાલમાં એક ફ્રેન્ચ જાગરૂક હેકરે અનેક ટ્‌વીટમાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદીની મોબાઈલ એપના યૂઝર્સનાં ઈમેઈલ આઈડી, તસવીરો, લિંક વિગત તેમજ નામો યૂઝર્સની સંમત્તિ વગર કોઈક થર્ડ પાર્ટી ડોમેઈનને મોકલવામાં આવી રહી છે.કોંગ્રેસ પ્રમુખ રાહુલે ભારતના પ્રચારમાધ્યમો પર પણ એવો આરોપ મૂક્યો છે કે તેઓ હંમેશા કરતા આવ્યા છે તેમ, આ મહત્વની બાબતને પણ દફનાવી રહ્યા છે.રાહુલનો આ આક્ષેપ ભાજપના આક્ષેપના અમુક દિવસ બાદ આવ્યો છે. ભાજપે એવો આરોપ મૂક્યો છે કે કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પોલિટીકલ ડેટા એનાલિટિક્સ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાને રોકીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા અમેરિકામાં સોશિયલ મીડિયા (ફેસબુક) ડેટા લીક કરવાના કૌભાંડમાં સંડોવાઈ છે.

Related posts

જેટમાં રોકડ કટોકટી : ૪ વિમાન ગ્રાન્ડેડ, અનેક ઉડાણો રદ

aapnugujarat

વડાપ્રધાન મોદીને મળ્યો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

aapnugujarat

किसी की सुहागरात होती तो बीजेपी कहती क्यों मना रहा है : राहुल के फिल्म देखने पर बोले नरेश अग्रवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1