Aapnu Gujarat
રમતગમત

કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો સુકાની હશે દિનેશ કાર્તિક

આઇપીએલ-૨૦૧૮ માટે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કેકેઆરની સુકાનીને લઇને ચાલી રહેલા સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઇ ગયો છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખનની ટીમ કેકેઆરની ટીમે ઇન્ડીયન ટીમના બેટસમેન દિનેશ કાર્તિકને સુકાની પદ સોંપ્યું છે.૩૨ વર્ષના કાર્તિકને કેકેઆર ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ આઇપીએલ માટે ક્રિકેટરના ઓકશનમાં ૭.૪ કરોડમાં ખરીદ્યો હતો. દિનેશ કાર્તિકને આ અગાઉ સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડું ટીમના કેપ્ટન તરીકે કામ કરવાનો અનુભવ છે. ખેલાડીના ઓક્સન બાદ કેકેઆરનું સુકાની પદ કોને સોંપવામાં આવશે તેનો કયાસ લગાવામાં આવી રહ્યો હતો.ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્રિસ લિનને સુકાની બનાવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી. દિનેશ કાર્તિક સિવાય રોબિન ઉથપ્પા પણ કપ્તાનીની રેસમાં આગળ હતો. દિનેશ કાર્તિક આઇપીએલની ગત સિઝનમાં ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. જેમાં કાર્તિકે ૩૬.૧ની સરેરાશતી ૩૬૧ રન બનાવ્યા હતા.

Related posts

इयान चैपल को पीछे छोड़ अय्यर ने बनाया वर्ल्ड रिकॉर्ड

aapnugujarat

कोहली की कप्तानी समझ में नहीं आती : गंभीर

editor

ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1