Aapnu Gujarat
રમતગમત

ઉત્તર કોરિયા : ચીયરલીડર્સ સેક્સ સેવા પણ પુરી પાડે છે : હેવાલ

વિંટર ઓલિમ્પિકમાં રમત અને ખેલાડીઓની સાથે સાથે સોશિયલ મિડિયા ઉપર ઉત્તર કોરિયાની ચીયર્સ લીડર્સની ખુશી તમામનું ધ્યાન ખેંચી રહી હતી. દેશના ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે ચીયર્સલીડર્સ બનતા તમામ પ્રયાસ કરતી રહે છે પરંતુ આ યુવતીઓની ખુબસુરતી અને ખુશીની પાછળ કેટલાક પીડાજનક પાસા પણ રહેલા છે. ડેઇલીમેઇલમાં પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આમાથી અનેક યુવતીઓનો ઉપયોગ લીડર કિમ જોંગની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવે છે. આ વર્ષમાં વિંટર ઓલિમ્પિકનું આયોજન ઉત્તર કોરિયામાં કરવામાં આવ્યું હતું. ખુબસુરત યુવતીઓના આ ગ્રુપને ઓલિમ્પિક રમત માટે આર્મી ઓફ બ્યુટી કહેવામાં આવે છે. ૨૩૦ યુવતીઓની આ ટીમની સભ્યોનો ઉપયોગ ઉત્તર કોરિયાની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ દ્વારા સેક્સ સર્વિસ માટે ઉપયોગ પણ કરવામાં આવે છે. ઉત્તર કોરિયામાં દરેક નાગરિક પાસેથી અપેક્ષા કરવામાં આવે છે કે, લીડર કિમની પાર્ટીના લીડરો પ્રત્યે સહાનુુભૂતિ રાખવામાં આવે. વિદેશી મિડિયામાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૩૦ યુવતીઓની આ ટીમ પર દરેક વખતે બાજ નજર રાખવામાં આવે છે. યુવતીઓને પોતાની ઇચ્છાથી કોઇ જગ્યાએ જવાની મંજુરી આપવામાં આવતી નથી. તેમને રમત ગમતના મેદાનથી ડાઇનિંગ રુમ અથવા તો પોતાના રુમ સુધી જવા માટે પણ પુરુષની નજર હેઠળ રહેવું પડે છે. ઉત્તર કોરિયાની ચીયર્સલીડર બીજા દેશના ખેલાડીઓ અથવા તો નાગરિકો સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરી શકતી નથી. ઉત્તર કોરિયાના કેટલાક સુત્રોએ કહ્યું છે કે, એથ્લિટો અને ચીયર્સલીડર કિમજોંગના ગુલામ તરીકે છે. જુદી જુદી રમતોના કોચ પણ ગુલામ તરીકે છે. ઉત્તર કોરિયામાં સમગ્ર કામ કિમ જોંગની આસપાસ ચાલે છે.

Related posts

टी-20 : जिम्बाब्वे को 4 रन से हराकर सिंगापुर ने रचा इतिहास

aapnugujarat

૨૦૨૬ ફિફા વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનો નિર્ણય

aapnugujarat

એમઆરએફ સાથે કોહલીની ૧૦૦ કરોડની સ્પોન્સરશીપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1