Aapnu Gujarat
ગુજરાત

સુરતનાં કામરેજમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

કામરેજના રહેણાંક વિસ્તારમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતા રેકેટનો પર્દાફાશ ખૂદ સ્થાનિકોએ જ કર્યો છે. સ્થાનિક રહીશોએ રૂમને બહારથી તાળું મારીને પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને રૂમ ખોલતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી વિગતો પ્રમાણે કામરેજના માનસરોવર રેસિડેન્સી ના ત્રીજા માળે રૂમમાં આ સેક્સ રેકેટ છેલ્લા કેટલાય સમયથી ચાલું હતું. આ રેકેટથી સ્થાનિકો પરેશાન હતા. ત્યારે આજે ગ્રાહકો આવતાં સ્થાનિકોએ રૂમને બહારથી લોક મારી દીધો હતો અને પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે આવીને તપાસ કરતાં રૂમની અંદરથી એક રૂપલલના અને પાંચ ગ્રાહકો પકડાઈ ગયા હતા. પોલીસે તમામની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

છોટા ઉદેપુર: નસવાડીના અધિક મદદનીશ ઈજનેર 2 લાખની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે કોવિડ – ૧૯ એન્ટીજન ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

editor

નરેન્દ્ર પટેલની ભાજપ સામેની ફરિયાદમાં તપાસ માટે હુકમો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1