Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટમાં મુસ્લિમ મહિલાને ખુશ કરવાનાં તમામ પ્રયાસ

કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ ૨૦૧૮-૧૦ રજૂ કરતી વેળા આ વખતે મુસ્લિમ મહિલાઓને ખુશ કરવાના તમામ પ્રયાસો કર્યા છે. જેટલીએ બજેટમાં લઘુમતી બજેટમાં ગયા વર્ષની તુલનામાં ૫૦૩ કરોડનો વધારો કર્યો છે. લઘુમતી મામલા માટે આ બજેટમાં ૪૭૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ગયા વર્ષે આ બજેટ ૪૧૯૭ કરોડ રૂપિયા હતુ. આ બજેટમાં કેટલીક નવી યોજના પણ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે મુસ્લિમ મહિલાઓને ખુશ કરવા માટે તમામ પ્રયાસો થયા છે. બજેટની મોટી રકમ શિક્ષણ પર ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે. વિપક્ષ આને દેખાવવાના બજેટ તરીકે ગણે છે. વિપક્ષનો આરોપ છે કે લઘુમતી મામલા માટે જે બજેટ નક્કી કરવામાં આવે છે તે ખર્ચ કરી શકાતુ નથી. લઘુમતી યોજનાઓ માટે જે બજેટ નક્કી કરવામાં આવ્યુ છે તેના માટે તે પોતાની પ્રશંસા કરી રહી છે. લઘુમતી બાબતોના કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આને ઐતિહાસિક વધારા તરીકે ગણાવીને જેટલીનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ છે કે આના કારણે મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક સ્તરમાં સુધારો થનાર છે. તેમણે કહ્યુ હતુ કે ૧૬ ટકા મુસ્લિમ મહિલા અધવચ્ચે અભ્યાસ છોડી દે છે. અભ્યાસ અધવચ્ચે છોડી દેવા માટે કેટલાક કારણો પણ રહેલા છે. શિક્ષણ માટે સાત યોજના શરૂ કરવામાં આવનાર છે. આ યોજના માટે ૨૪૫૩ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. પૂર્વ માધ્યમિક ધરોણમાં મુસ્લિમ યુવતિઓ અને યુવક અભ્યાસ અધવચ્ચે છોડી ન દે તે માટે ૯૮૦ કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવનાર છે. મૌલાના આઝાદ ફેલોશીપ માટે ૧૫૩ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.વિદેશમાં અભ્યાસ માટે પ્રોત્સાહન પણ આપનાર છે.

Related posts

પીએમ જનધન યોજનામાં ૫૫ ટકા ખાતાં મહિલાઓનાં : સીતારામન

editor

કેશ કટોકટી : ૧૦૦ રૂપિયાની જુની નોટના લીધે સમસ્યા વધી

aapnugujarat

આવતીકાલે યોજાનાર વડાપ્રધાન મોદીની બેઠકમાં ફારુક અબ્દુલ્લા – મુફ્તિ સામેલ થશે

editor

Leave a Comment

UA-96247877-1