Aapnu Gujarat
બિઝનેસ

વાહનો માટે ઓછા જીએસટી સ્લેબ માટે થયેલી રજૂઆત

કેન્દ્રીય બજેટ આડે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે જુદા જુદા વિભાગો અને સમુદાય તરફથી રજૂઆત કરવામાં આવી રહી છે. બજેટ ઉપર તમામ સમુદાયના લોકો ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રીના લોકો પણ પોતપોતાનીરીતે રજૂઆત કરી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ ઓટો મોબાઇલ સેક્ટર દ્વારા પણ પોતાની રજૂઆત કરી દેવામાં આવી છે. ઓટો મોબાઇલ સેક્ટરે વાહનો માટે ઓછા જીએસટી સ્લેબ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે સાથે ઓટોમોટિવ ઘટકો સાથે સંબંધિત જીએસટી રેટ ૧૮ ટકા કરવાની પણ વાત કરી છે. રેટને તર્કસંગત બનાવવાની વાત કરવામાં આવી છે. જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ ઓટો મોબાઇલ સેક્ટરની હાલત વધારે સારી રહી નથી. કુલ ટુ વ્હીલર માર્કેટમાં ૧૧.૮ ટકાનો વધારો થયો છે જ્યારે નિકાસમાં ૧૩ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જુદી જુદી રજૂઆતો કરવામાં આવી ચુકી છે. ઝડપી ટેકનોલોજી શિફ્ટ વચ્ચે જુદા જુદા પડકારોનો સામનો કરી રહેલા ઓટો મોબાઇલ સેક્ટરે કહ્યું છે કે, આર એન્ડ ડી સેક્ટરમાં મોટાપાયે રોકાણની જરૂર છે. ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીએ જીએસટી રેટને લઇને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. ઇ-મોબીલીટી માટેની રજૂઆત પણ કરવામાં આવી ચુકી છે. સરકાર ઇ મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી વાત કરી ચુકી છે ત્યારે ઇન્ડસ્ટ્રી દ્વારા બેટરી સાથે સંબંધિત વાહનો પર જીએસટી રેટમાં વધુ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બેટરીથી ચાલતા વાહનોના ઘટકો માટે આયાત ડ્યુટી ઘટાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ઇ-મોબીલીટી માટેની રજૂઆત સૌથી મહત્વની રજૂઆત દેખાઈ રહી છે. બંદરો, રેલવે અને વિમાની મથકોના આધુનિકીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જીએસટી પહેલાની વ્યવસ્થા જેવી તૈયારી માટે પણ તૈયારી કરાઈ છે.

Related posts

Govt to sale Air India & BPCL by March 2020 : FM

aapnugujarat

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

FPI દ્વારા માત્ર પ સેશનમાં ૩,૧૨૭ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1