Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મેક ઇન ઇન્ડિયાથી કુલ ૧૦ કરોડ લોકોને નોકરી મળશે

મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફતે મેન્યુફેકચરિંગ પર વધારે ભાર મુકવામાં આવ્યા બાદ દેશમાં આગામી થોડાક વર્ષોમાં જ મોટી સંખ્યામાં નોજરીની નવી તક ઉભી થશે. સરકારને વર્ષ ૨૦૨૨ સુધી ૧૦ કરોડ નવી નોકરીની તક ઉભી થવાનો અંદાજ છે. જોબ પ્લેસમેન્ટ ફર્મોના અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ, એન્જિનિયરિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય સેક્ટરમાં રોકાણ વધવાથી આગામી એક વર્ષમાં ૭.૨ લાખ અસ્થાયી નોકરીની તક સર્જાશે. આ ફર્મોનુ કહેવુ છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફતે આ સેક્ટરોની સાથે સાથે ઇ-કોમર્સ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા સેક્ટરોમાં પણ મોટા પાયે રોજગારીની તક સર્જાઇ શકે છે. ટીમલીઝ સર્વિવેઝના સહ સ્થાપકે કહ્યુ છે કે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આની સાથે સાથે દેશમાં પરંપરાગત વેપારમાં ફરી ધ્યાન આપવાથી એક વર્ષમાં એક કરોડ નોકરીની તક સર્જાઇ શકે છે. દાખલાતરીકે ઇન્ડિયન લેધર, ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા થોડાક સમય પહેલા ૧૦૦ દિવસોમાં ૫૧૨૧૬ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેની યોજના વાર્ષિક ૧૪૪૦૦૦ યુવાનોને તાલીમ આપવા માટેની રહેલી છે. ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટકચરને પ્રોત્સાહન આપવા માટે ફુટવેયર ડિઝાઇનએન્ડ ડેવલપમેન્ટની ચાર નવી શાખા ખોલવામાં આવી રહી છે. જેમાં હૈદરાબાદ, પટણા, બનુર અને ગુજરાતના અંકલેશ્વરનો સમાવેશ થાય છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં સ્કીલની છેલ્લા ઘણા વર્ષોથી અછત સાફ દેખાય છે.
અસરકારક ટ્રેનિંગ મેળવનાર લોકોને સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝમાં નોજરી મળી જાય છે. મેક ઇન્ડિયાની જોબ માર્કેટ પર સારી અસર થઇ રહી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારતને મેન્યુફેકચરિંગના ઓએક મોટા હબ બનાવવાની યોજના છે.

Related posts

ઇસરોનું દૂરસંચાર સેટેલાઇટ જીસેટ-૭એ લોંચ

aapnugujarat

બેન્કે પોતાની ભૂલો છૂપાવવા માટે ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી : મેહુલ ચોક્સી

aapnugujarat

Indian Air Force inducts 8 U.S.-made Apache AH-64E attack helicopters

aapnugujarat

Leave a Comment

UA-96247877-1