Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પદ્માવત પર પ્રતિબંધના વધુ એક પ્રયાસને ફટકો : સુપ્રીમ કોર્ટે દાખલ કરાયેલી અરજીને ફગાવી

સંજય લીલાની ફિલ્મ પદ્માવતની રજૂઆતને રોકવાના વધુ એક પ્રયાસને ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પદ્માવતની સામે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. મનોહરલાલ શર્મા નામના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરવાનો સુપ્રીમે ઇન્કાર કર્યો હતો. આ અરજીમાં સેન્સર બોર્ડ ઉપર ગેરકાયદેરીતે પદ્માવતને પ્રમાણપત્ર આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પદ્માવતની રજૂઆતને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇફ્તેહાદુલ મુસ્લિમ ઇનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસાસુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, પદ્માવત ફિલ્મ બકવાસ છે. આ ફિલ્મ ન જોવા તેઓએ મુસ્લિમોને અપીલ કરી છે. ફિલ્મને લઇને ખાલી પૈસા ન બગાડવા માટે કહ્યું છે. બે કલાકની આ ફિલ્મ જોવા માટે સમય ન બગાડવા તેમણે કહ્યું છે. બીજી બાજુ દેશના જુદા જુદા ભાગોમાં ફિલ્મને લઇને પ્રદર્શનનો દોર જારી રહ્યો છે જેમાં ગુજરાત પણ પાછળ નથી. આજે ગુજરાતના મહેસાણા, મોરબી અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. ફિલ્મની રજૂઆતને લઇને હજુ પણ સંકટના વાદળો છે. કારણ કે થિયેટરના માલિકોએ કહ્યું છે કે, જો સુરક્ષા વ્યવસ્થા પુરતા પ્રમાણમાં નહીં અપાય તો આ ફિલ્મની રજૂઆત થશે નહીં. ભુજમાં ફિલ્મની રજૂઆત ન કરવાનો નિર્ણય કેટલાક લોકોએ કર્યો હોવાના અહેવાલ પણ મળ્યા છે. વિરોધ પ્રદર્શન હજુ જારી રહે તેવી શક્યતા છે. કારણ કે કરણી સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઓવૈસીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, વડાપ્રધાને ૧૨ સભ્યોની પેનલ બકવાસ ફિલ્મની સમીક્ષા માટે બનાવી હતી.

Related posts

Prez Kovind orders retirement of 15 senior officials of Ministry of Finance

aapnugujarat

लोकतंत्र में शासन, प्रशासन और जनता जनार्दन के बीच होना चाहिए संबंध : झारखंड मुख्यमंत्री

aapnugujarat

आजम खां पर कसेगा ईडी का शिकंजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1