Aapnu Gujarat
રમતગમત

સિડની ટેસ્ટ : માર્શ બંધુની સદી, ઇંગ્લેન્ડ ઉપર સંકટ

સિડની ખાતે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ગઇકાલે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ચાર વિકેટ ગુમાવીને ૪૭૯ રન બનાવી લીધા હતા. ગઇકાલના સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાએ મજબુત બેટિંગ જારી રાખી હતી. માર્શ બંધુઓએ સદી ફટકારી હતી. શોન માર્શ ૧૫૬ રન બનાવ્યા બાદ રન આઉટ થયો હતો. જ્યારે એમઆર માર્શ ૧૦૧ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ બન્ને બંધુઓએ ૧૭૯ રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચમાં પણ લાવવામાં સફળતા મેળવી છે. આજે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ સાત વિકેટ ગુમાવીને ૬૪૯ રને ડિકલેર કર્યો હતો. આજે રમત બંધ રહી ત્યારે ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને ૯૩ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ હજુ ૨૧૦ રન પાછળ છે અને તેની છ વિકેટ હાથમાં છે. ઇંગ્લેન્ડ પર આ ટેસ્ટમાં પણ હારનુ સંકટ તોળાઇ રહ્યુ છે. તે શ્રેણી પહેલાથી ગુમાવી ચુક્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી . જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ફરીવાર ફોર્મ મેળવી લેવામાં સફળતા મેળવી હતી. મેન ઓફ દ મેચ તરીકે કૂકની પસંદગી કરવામાં આવી હતી. કુકે આ ટેસ્ટ મેચમાં અણનમ બેવડી સદી ફટકારી હતી.

Related posts

सिलेक्टर को ड्रेसिंग रूम से निकलवाकर कुछ भी गलत नहीं किया : मनोज

aapnugujarat

कप्तान सरफराज पर फूटा शोएब अख्तर का गुस्सा

aapnugujarat

ઝહીરની મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1