Aapnu Gujarat
મનોરંજન

દીપિકા સાથે તેની તુલના કરવી અયોગ્ય : જેક્લીન

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેની સરખામણી દીપિકા સાથે કરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. તેનુ કહેવુ છે કે તે સલમાન ખાન સાથેની રેસ-૩ ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે. સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફ નજરે પડી છે. આ ફિલ્મની સફળતા બાદ સલમાન ખાન હાલમાં તેની નવી ફિલ્મ રેસ-૩માં વ્યસ્ત થયેલો છે. આ ફિલ્મમાં તેની જોડી કિકની અભિનેત્રી જેક્લીન સાથે જોવા મળનાર છે. બન્નેની જોડી તમામ લોકો પસંદ કરી ચુક્યા છે. હવે તે રેસ-૩માં દેખાશે. જેક્લીન રેસ-૨ ફિલ્મમાં પણ નજરે પડી હતી. તે ફિલ્મમાં તેની સાથે દીપિકા પણ હતી. તેનુ કહેવુ છે કે દીપિકા સાથે તુલના યોગ્ય નથી. તે માત્ર તેના કામ પર ધ્યાન આપી રહી છે. તેનુ કહેવુ છે કે દરેક કલાકાર પોતાને મળેલા રોલને પૂર્ણ ન્યાય આપવા માટે પ્રયાસ કરે છે. જેથી કોઇની સાથે તુલના કરવી યોગ્ય નથી. જેક્લીને કહ્યુ છે કે રેસ-૩ના સેટ પર તે અનિલ કપુરની સાથે પ્રથમ દિવસે ખુબ મસ્તીના મુડમાં દેખાયા હતા.
તેનુ કહેવુ છે કે ટાઇગર જિન્દા હેની સફળતાની ઉજવણી પણ સેટ પર કરી હતી. જેક્લીનની આ ફિલ્મ કેટલી સફળતા લઇને આવે છે તે બાબત તમામ માટે ઉપયોગી રહેશે. જેક્લીનની છેલ્લે જુડવા-૨ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડથી વધુની કમાણી કરી ગઇ હતી. જેક્લીન બોલિવુડમાં હાલના દિવસોમાં સૌથી વધારે માંગ ધરાવતી અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તે જુદા જુદા અન્ય કારોબાર સાથે પણ જોડાયેલી છે. જેમાં હોટેલ કારોબારનો સમાવેશ થાય છે.

Related posts

લોકસભાની ચૂંટણી બાદ જ પીએમ નરેન્દ્ર મોદી રિલીઝ

aapnugujarat

शाहिद कपूर और श्रद्धा कपूर टिहरी में स्कूटी पर दिखे

aapnugujarat

તાપ્સી પન્નુ જુડવા-૨ ફિલ્મમાં મોટા રોલમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1