Aapnu Gujarat
ગુજરાત

બારડોલીમાં ધારાસભ્યના પુતળાનું દહન : ગૌમાતા વિરૂદ્ધના નિવેદનથી રોષ

હજુ તો વિધાનસભાની ચૂંટણી માંડ પૂર્ણ થઇ છે ત્યાં જ ગૌમાતા અંગેના નિવેદનને લઇને પાટણના ધારાસભ્ય વિવાદમાં સ૫ડાઇ ગયા છે. સુરતના બારડોલીમાં હિન્દુ સંગઠનના યુવાનોએ રેલી યોજી આવેદન૫ત્ર પાઠવીને સુત્રોચ્ચાર સાથે ધારાસભ્યના પુતળાનું દહન કર્યું હતું. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ ૫ટેલ દ્વારા જાહેરમાતં ગૌમાતા વિરૂદ્ધ નિવેદન કરવામાં આવ્યું હતું.
આ નિવેદનના વિરોધમાં બારડોલીના હિન્દુ સંગઠનના યુવાનો અને માલધારી સમાજના યુવાનોએ રેલી યોજી પ્રાંત કચેરીએ જઇને આવેદન ૫ત્ર પાઠવ્યું હતું. યુવાનોએ રેલી બાદ સુત્રોચ્ચાર સાથે ધારાસભ્યના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવાનોએ આક્ષે૫ કરતા જણાવ્યું છે કે, ધારાસભ્યએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન કરીને અયોગ્ય વર્તન કર્યું છે.
ભૂતકાળમાં તે કસાઈઓ સાથે સાંઠ-ગાંઠ ધરાવતા હોય તેવી શંકા પેદા કરે છે. ત્યારે આ અંગે યોગ્ય એજન્સી પાસે તપાસ કરાવીને ધારાસભ્ય વિરૂદ્ધ ગૌહત્યાની કલમ ઉમેરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

Related posts

सुप्रीमकोर्ट के जस्टिस दिपक मिश्रा द्वारा लीगल आसी. एल्टाब्लिशमेन्ट का किया जाएगा

aapnugujarat

સુત્રાપાડાની ઘંટીયા પ્રા.શાળામાં 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ

editor

જૂન-જુલાઈમાં લગ્નનાં માત્ર ૧૫ જ મુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1