Aapnu Gujarat
બિઝનેસ

બજેટ પહેલા શેરબજાર વધુ મજબુત બને તેવી સંભાવના

સામાન્ય બજેટ પહેલા શેરબજારમાં તેજી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. આના માટેના કેટલાક કારણો રહેલા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ નવી આશા કારોબારી ધરાવે છે. સુધારાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી શકે છે. જેથી કારોબારીઓ વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. બીજી બાજુ સેંસેક્સે હવે ૩૪૦૦૦ની સપાટી કુદાવી લીધી છે. બજેટમાં લેવામાં આવનાર પગલા પહેલા હવે કોઇ મોટા સાહસ કરવા કારોબારીઓ ઇચ્છુક નથી. જાણકાર નિષ્ણાંત અને કારોબારીઓએ કહ્યું છેે નિષ્ણાંતોએ કહ્યું છે કે આ સપ્તાહમાં માર્કેટ તેની વર્તમાન રેંજમાં રહે તેવી શક્યતા છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે સામાન્ય લોકો બજેટમાં કયા પગલા લેવામાં આવે છે તેના પર નજર રાખી રહ્યા છે. કોઇ પણ તીવ્ર તેજીના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી પરંતુ બજારમાં હાલ નવી આશા છે. વિદેશી મુડીરોકાણકારો ભારે આશાવાદી છે. કેન્દ્રમાં મોદી સરકાર સુધારાલક્ષી અને વિકાસલક્ષી બજેટ રજૂ કરશે તેમ માનવામાં આવે છે. બજેટ રજૂ કરતા પહેલા તમામ વૈશ્વિક પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુધારા પ્રક્રિયા ચાલી રહી છે તેને ઝડપી કરવાના પગલા લેવામાં આવી શકે છે. નાણાં પ્રધાન જેટલી આનો કેટલીક વખત સંકેત પણ આપી ચુક્યા છે. વિકાસને વેગ આપવા કેટલીક નવી પહેલ બજેટમાં થઇ શકે છે.હાલમાં શેરબજારમાં તેજીનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. દેશમાં સ્થિર સરકારની સાથે સાથે મજબુત આર્થિક પરિબળો દેખાઇ રહ્યા છે. જુદી જુદી રેટિંગ સંસ્થાઓ દ્વારા દેશની આર્થિક સ્થિતીને લઇને આશા વ્યક્ત કરી છે જેથી તેજીના ભણકારા છે. બજેટની કવાયત સરકાર શરૂ કરી ચુકી છે.

Related posts

આવી રહી છે ટાટા નેનો ઈલેકટ્રોનિક,ખાસ નામ સાથે થશે લોન્ચ

aapnugujarat

Just 10% of 15,000 labourers working in construction industry to registered themselves with PMC

aapnugujarat

એસબીઆઈ ૨૦૨૦ સુધી ૫૦ સેન્ટર્સમાં વેલ્થ હબ શરૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1