Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોઈડામાં ઝાડ પર લટકતી મળી બે સગી બહેનોની બોડી

દિલ્હી નજીક આવેલાં નોઈડાના સેકટર ૪૯માં મંગળવારે સવારે બે બહેનેની બોડી ઝાડ પર લટકેલી મળી હતી. હાલ તો તે સ્પષ્ટ નથી થયું કે આ હત્યા છે કે સ્યૂસાઈડ. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ જ સ્યૂસાઈડ નોટ પણ નથી મળી.  પરિવારે દૂરનાં એક સંબંધી પર પુત્રીઓની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે દીકરીઓના પિતરાઈ ભાઈ વારંવાર રાત્રે આવીને મારી નાખવાની ધમકી આપતા હતા. આ ઘટનાથી બરોલા ગામમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.નોઈડાના એસપી (સિટી) અરૂણ કુમારે જણાવ્યું કે,સેકટર ૪૯ના બરોલા ગામમાં સવારે ૧૩ અને ૧૮ વર્ષની સગી બહેનોની બોડી ઘરની બહાર ઝાડ પર લટકેલી મળી હતી. તપાસ દરમિયાન કોઈ જ સ્યૂસાઈડ નોટ નથી મળી આવી. પોલીસ હત્યા અને આત્મહત્યા એમ બંને એન્ગલથી તપાસ કરી રહી છે. યુવતીઓના પરિવારે દૂરનાં એક સંબંધી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં તેઓએ કહ્યું કે સંબંધી જે છે તે પહેલાંથી જ પરણિત છે, તેમ છતાં મોટી પુત્રી સાથે લગ્ન માટે દબાણ કરતા હતા. ઘટનાની પહેલાં સાંજે તેને ઘરે આવીને હોબાળો કર્યો અને દીકરીઓને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.મંગળવારે જ્યારે પિતાની ઊંઘ ખુલી તો દીકરીઓ ઘરમાં ન હતી. તેઓએ દરવાજો ખોલીને બહાર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ મેન ગેટ પર બહારથી જ તાળું લગાવી દીધું હતું. ગૌતમબુદ્ધ નગરના એસએસપી લવકુમારે કહ્યું કે, “પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યાં છીએ. જે બાદ જ કહી શકાય કે આ મર્ડર છે કે સ્યૂસાઈડ. પ્રાથમિક તપાસમાં યુવતીઓના શરીર પરથી હુમલાના કોઈ જ નિશાન મળ્યાં ન હતા.”

Related posts

કોંગ્રસની ચોથી યાદી જાહેર, તિરુવનંતપુરમથી થરૂર ત્રીજી વાર રિપીટ

aapnugujarat

માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવાનો ચુકાદો ૫ જાન્યુઆરી સુધી અનામત

aapnugujarat

૧૬મીએ સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1