Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસ સાથે સાહો ફિલ્મના શુટિંગમાં શ્રદ્ધા વ્યસ્ત

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી શ્રદ્ધા કપુર હાલમાં સાહો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. સાહો ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. તે પહેલા પણ કહી ચુકી છે કે સાહો ફિલ્મ તેને હાથ લાગ્યા બાદ તે પોતાને ખુશનસીબ ગણી રહી છે. ફિલ્મના પ્રથમ ભાગનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે બીજા શેડ્યુલનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. હૈદરાબાદમાં શુટિંગ ચાલી રહ્યુ છે. શ્રદ્ધા કપુર પણ હૈદરાબાદ ખાતે પહોંચી ગઇ છે. તે મુંબઇથી હૈદરાબાદ ખાતે પહોંચીગઇ છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટુડિયો ખાતે શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. શ્રદ્ધા કપુરે શુટિંગના પ્રથમ શેડ્યુલના શુટિંગને ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરી લીધા બાદ હવે ફરી શુટિંગ શરૂ કરવામાં આવી રહ્યુ છે. શ્રદ્ધા કપુર પ્રથમ વખત કોઇ તેલુગુ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જેમાં તે સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે. નિર્દેશક સુજીતની આ ફિલ્મ ત્રણ ભાષામાં તૈયાર કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ દેશ વિદેશમાં શાનદાર લોકેશનમાં બનાવવામાં આવનાર છે. સાહો આગામી વર્ષે રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભર્યા બાદ તેની પાસે સારી સારી ફિલ્મો આવી રહી છે. તે આશિંકી-૨ ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. તે તમામ નવા સ્ટાર સાથે કામ કરી રહી છે. જેમાં ટાઇગર શ્રોફ, સિદ્ધાર્થ મલહોત્રા અને આદિત્ય રોય કપુરનો સમાવેશ થાય છે. શક્તિકપુરની પુત્રી શ્રદ્ધા કપુરના ફરહાન અખ્તરની સાથે સંબંધોને લઇને ભારે ચર્ચા રહી છે.

Related posts

કાઇલી જેનરનું એક ટ્‌વીટ અને સ્નેપચૈટને ૧.૩ અબજ ડોલરનું નુકસાન

aapnugujarat

‘2.0’ gets new release date on 6th September, 2019 in China

aapnugujarat

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1