Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનને મૌની રોય ખુબ પસંદ

સેકસી સ્ટાર મૌની રોય સલમાન ખાનની મોટી ચાહક બની ચુકી છે. સાથે સથે બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન પોતે પણ મૌની રોયને ખુબ પસંદ કરે છે. હાલમાં જ બિગ બોસના સેટ પર તેમની વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. તેમનીવચ્ચે શાનદાર કેમિટ્રીને લઇને તમામ ચાહકો ભારે રોમાંચિત થઇ ગયા હતા. એમ માનવામા આવે છે કે મૌની રોય સલમાન સાથે ફિલ્મ પણ કરી શકે છે. કારણ કે તેમની વચ્ચે હવે સંબધ દિન પ્રતિદિન વધુને વધુ મજબુત બની રહ્ય છે. હાલમાં જ મૌની રોય સલમાન સાથે સ્ટેજ પર ઝુમતી નજરે પડી હતી. તેમની જોડી જોરદાર રીતે દેખાઇ હતી. મિડિયામાં આવી રહેલા હેવાલ પર વિશ્વાસ કરવામા આવે તો મૌની રોય હજુ પણ સલમાન ખાનના જન્મ દિવસે બિગ બોસના સેટ પર પહોચી શકે છે અને સલમાન ખાનના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થઇ શકે છે. સલમાન પણ મૌનીને ખુબ પસંદ કરે છે. આ પહેલ બિગ બોસના એક પ્રોમોમાં પણ તે નજરે પડી ચુકી છે. સલમાન ખાન મૌનીના ફેવરીટ સ્ટાર તરીકે રહ્યો છે. મૌની ટેલિવીઝન પર પોપ્યુલર ટીવી શો નાગિનમાં લીડ રોલ કરી ચુકી છે. તે હાલમાં અક્ષય કુમારની સાથેલીડ રોલમાંનજરે પડનાર છે. સલમાન ખાન સાથે તેની વધતી જતી લોકપ્રિયતાની ચર્ચા સતત જોવા મળી રહી છે. મૌની રોય સલમાન ખાનના જન્મ દિવસે ૨૭મી ડિસેમ્બરના દિવસે કેટલાક સોંગ પર ડાન્સ કરીને તમામ ચાહકોેને વધારે રોમાંચિત કરે તેવી શક્યતા છે. મૌની અક્ષય કુમારની સાથે હવે બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કરવા જઇ રહી છે. સલમાન સાથે મિત્રતાના કારણે તેને સીધો ફાયદો થઇ શકે છે. ડાન્સના મામલે પણ મૌની રોય આગળ છે.

Related posts

મુન્નાભાઇ-૩નુ શુટિંગ આ વર્ષે શરૂ કરવા માટે તૈયારી

aapnugujarat

मैं निरंतर अपने काम का आंकलन करती हूं : रागिनी खन्ना

aapnugujarat

सलमान पर मुकेश खन्ना का धावा, कहा विदेश के शो का कॉपी वर्जन बिग बॉस

editor

Leave a Comment

UA-96247877-1