Aapnu Gujarat
ગુજરાત

શિમલા-ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ઉત્તરાખંડ સહિતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેલી સવારે સખત ઠંડી અનુભવાઈ છે. લોકો શિયાળુ સ્વેટર, શાલ તેમજ મફલર સહિતના શિયાળુ વસ્ત્રો પહેરીને સજ્જ જોવા મળ્યા.સખત ઠંડીના કારણે લોકો રાહદારીઓ, શાળાએ જતા લોકો અને નોકરીયાતોને પરેશાની વેઠવી પડી હતી. તો બીજી તરફ, ઠંડીના આ માહોલમાં લોકો ચાની ચુસ્કીઓ પણ લેતા જોવા મળ્યા.સમગ્ર દેશમાં શિયાળો બરાબર જામી ગયો છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે ઉત્તરાખંડનું કેદારનાથ ધામ પણ બરફની વચ્ચે ઢંકાઈ ગયુ છે.કેદારનાથ ધામમાં ભારે હિમ વર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે કેદારનાથ મંદિરની ચારે તરફ સ્નોફોલ જોવા મળી રહ્ય છે.  મંદિરની છત સહિતના તમામ સ્થળો પર બરફ છવાયેલો જોઈ શકાય છે.તો શિમલામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. શિમલામાં પણ ગત સાંજે રાતે અને વહેલી સવારે હિમવર્ષા થઈ છે. શિમલામાં હિમવર્ષાના કારણે વાતાવરણ વધુ આહલાદક બન્યુ છે. જે વાતાવરણ માણવા માટે પ્રવાસીઓ શીમલા જતા હોય છે. તે વાતાવરણ તે આહલાદક વાતાવરણ તેઓ અનુભવી રહ્યા છે.  જો કે ભારે હિમ વર્ષાના કારણે સ્થાનિકોઓ, વાહનચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.હિમાચલ પ્રદેશના પર્વતિય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પર્વતો બરફથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સ્નોફોલ થયો હતો. જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

Related posts

અંકલેશ્વર પાસે બે લકઝરી બસો વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

aapnugujarat

“Gita Jayanti Mahotsav” at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

ઇડર તાલુકામાં બાળ લગ્ન નાબુદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1