Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શ્રીશ્રીની સંસ્થાના પરિણામે યમુનાને નુકસાન થયું

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આજે શ્રીશ્રી રવિશંકરની આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને યમુના વિસ્તારમાં નુકસાન કરવા બદલ જવાબદાર ઠેરવી હતી. માર્ચ ૨૦૧૬માં તેના દ્વારા આયોજિત કરવામાં આવેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલના કારણે યમુનાના મેદાની ભાગોમાં પ્રદૂષણ વધ્યું હતું. શ્રીશ્રીની આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશને યમુનાને નુકસાન કર્યું છે તેમ જણાવીને એનજીટી દ્વારા એઓએલ ઉપર નવો દંડ લાગૂ કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, પહેલાથી જ પાંચ કરોડનો દંડ લાગૂ કરવામાં આવી ચુક્યો છે. એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ સ્વતંત્રકુમારના નેતૃત્વમાં બેંચે એઓએલ ઉપર કોઇ વધુ પર્યાવરણ દંડ લાગૂ કરવાનો ઇન્કાર કર્યો હતો. તેના ઉપર પહેલાથી જ પાંચ કરોડનો દંડ લાગૂ કરવામાં આવી ચુક્યો છે. બેંચે કહ્યું હતું કે, યમુનાને નુકસાન કરવા બદલ એઓએલને પહેલાથી જ જવાબદાર ઠેરવવામાં આવે છે. નિષ્ણાત સમિતિ દ્વારા સુપરત કરવામાં આવેલા અહેવાલના આધાર પર આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જસ્ટિસ જવાદ રહીમ અને નિષ્ણાત સભ્ય ડીએસ સજવાનના નેતૃત્વમાં બેંચે યમુનાને થયેલા નુકસાનના સંદર્ભમાં મૂલ્યાંકન કર્યું હતું. સાથે સાથે નિષ્ણાત પેનલની ભલાણમના આધાર પર કેટલીક ગણતરી કરી હતી. ટ્રીબ્યુનલે કહ્યું છે કે, કેસમાં સમારકામના ખર્ચનો આંકડો પાંચ કરોડથી ઉપર પહોંચી ચુક્યો છે અને આ વસુલી આર્ટ ઓફ લિવિંગ પાસેથી કરવામાં આવશે. જો કે, એનજીટીએ કહ્યું છે કે, જો ખર્ચનો આંકડો પાંચ કરોડથી ઓછો રહેશે તો બાકીની રકમ ફાઉન્ડેશનને પાછી આપી દેવામાં આવશે. એનજીટીનું કહેવું છે કે, યમુનાના કિનારાના વિસ્તારોનો ઉપયોગ હવે કોઇપણ પ્રવૃત્તિ માટે કરવામાં આવશે નહીં. એવી કોઇ પ્રવૃત્તિ માટે કરવામાં આવશે નહીં જેના કારણે પર્યાવરણને નુકસાન થઇ શકે. એનજીટી દ્વારા ડીડીએની ઝાટકણી કાઢવામાં આવી હતી.

Related posts

યમુના એક્સપ્રેસ વે પર ટેન્કર કાળ બની કાર પર ફરી વળ્યું, ૭નાં મોત

editor

માલ્યાને ફટકો : લંડનની સંપત્તિ જઇ શકે

aapnugujarat

Ayodhya case : Historical debate end in SC, verdict expected before Nov 17

aapnugujarat

Leave a Comment

UA-96247877-1