Aapnu Gujarat
મનોરંજન

કૃતિ સનુન વિશાલની ફિલ્મમાં કામ કરવા તૈયાર

બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્ધાજ હવે નવી ફિલ્મ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ વિશાળ હવે છુરિયા નામની ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં કૃતિની પસંદગી કરવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૪માં રજૂ થયેલી ફિલ્મ હિરોપંતિ મારફતે બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કરનાર કૃતિ દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે.
કૃતિની આ વર્ષે રજૂ થયેલી ફિલ્મ બરેલી કી બરફી સુપરહિટ થઇ હતી તેના અભિનયની આ વખતે ભારે પ્રશંસા થઇ હતી. ફિલ્મની પટકથા બે બહેનોની રહેલી છે જેમાં જોરદાર સ્પર્ધા દર્શાવવામાં આવનાર છે. બન્ને બહેનોની વચ્ચે જોરદાર તીવ્ર સ્પર્ધાની સાથે સાથે લડાઇ ઝઘડાની સ્થિતીને દર્શાવવામાંઆવનાર છે. બન્ને વચ્ચે ગાળા ગાળી પણ દર્શાવવામાં આવનાર છે. ફિલ્મમાં બન્ને એકબીજા પર પ્રહાર કરવાના પ્રયાસ પણ કરે છે. ફિલ્મ રાજસ્થાનની પટકથા પર આધારિત રહેશે. એક ગામમાં લોકેશનની પસંદગી કરી લેવામાં આવી છે.  બરેલીમાં નાના શહેરની યુવતિની ભૂમિકા અદા કરનાર કૃતિ આ વખતે ગામડાની લડાકુ યુવતિની ભૂમિકા અદા કરવા જઇ રહી છે.  ફિલ્મની પટકથા ખુબ રોમાંચક રાખવામાં આવી રહી છે. વિશાલની આ ફિલ્મમાં નાની બહેનના રોલમાં કૃતિ રહેશે. આવી જ રીતે મોટી બહેન તરીકે કોણ રહેશે તેની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની પસંદગી પણ કરી લેવામાં આવનાર છે. વાણી કપુર સાથે વાતચીત ચાલી રહી છે. મોટી બહેન કોણ બનશે તેની પસંદગી થઇ ગયા બાદ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. આગામી વર્ષે ફિલ્મ ફ્લોર પર જશે.

Related posts

असफलता मुझे प्रभावित नहीं करती : जॉन

aapnugujarat

મારા લગ્ન માટે થોડી રાહ જુઓ : આલિયા

aapnugujarat

જાણિતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1