Aapnu Gujarat
રમતગમત

બ્રિસ્બેન ટેસ્ટ : ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો સરળ વિજય

બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના આજે રોમાંચક દિવસે ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. બેનક્રોફ્ટ ૮૨ અને ડેવિડ વોર્નર ૮૭ રન સાથે અણનમ રહ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. એસીઝ શ્રેણીમાં શાનદાર દેખાવ સાથે ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે જોરદાર શરૂઆત કરી છે. ગઇકાલે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી. પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર ૫૬ રનની જરૂર હતી જે ઓસ્ટ્રેલિયા કોઇપણ તકલીફ વિના સરળતાથી બનાવી લીધા હતા. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ગઇકાલે કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૧૧૪ રન બનાવી લીધા હતા. આજે સ્કોરને આગળ વધાર્યા બાદ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ટીમના પ્રથમ ઇનિંગ્સના જંગી સ્કોર સામે માત્ર ૧૯૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ અને લિયોને ૩-૩ વિકેટ ઝડપી હતી. એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસો ખરાબ હવામાનના કારણે પુરતી રમત શક્ય બની ન હતી. જો કે, ત્યારબાદ આ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી હતી. ખાસ કરીને બોલરો માટે આ ટેસ્ટ મેચ આશાસ્પદ બની હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે શાનદાર સદી ફટકારી હતી અને ટેસ્ટ કેરિયરની ૨૦મી સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એસીઝ શ્રેણી જોરદાર રોમાંચક બનવાની સંભાવના દેખાઈ રહી છે. આગામી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વાપસી કરવાના પ્રયાસ કરી શકે છે.

Related posts

वर्ल्ड कप से बाहर हुए आंद्रे रसेल

aapnugujarat

Ishant out of Tests against Australia as he will not be match-fit in time

editor

ટોક્યો પેરાલિમ્પિક્સ: શૂટિંગમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યો

editor

Leave a Comment

UA-96247877-1