Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રદ્યુમ્ન હત્યા કેસમાં કંડક્ટર અશોકને જામીન મળ્યા

સનસનાટીપૂર્ણ રેયાન હત્યા કેસમાં હરિયાણા પોલીસ દ્વારા ખોટીરીતે ફસાવી દેવામાં આવેલા બસ કન્ડક્ટર અશોક કુમારને આજે ધારણા પ્રમાણે જ જામીન મળી ગયા હતા.ગુરૂગ્રામ જિલ્લા અદાલતે ૫૦ હજાર રૂપિયાના અંગત બાંહેધરીના આદાર પર અશોકને જામીન આપી દીધા હતા. અશોક છેલ્લા કેટલાક દિવસતી જેલમાં હતો. ગઇકાલે સુનાવણી દરમિયાન ચુકાદો અનાત રાખવામાં આવ્યો હતો. આઠમી સપ્ટેમ્બરના દિવસે પ્રદ્યુમ્ન હત્યાકાંડના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યુ હતુ. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા બસ કન્ડકટરની સામે સીબીઆઇને તપાસમાં કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા. ભોન્ડસીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાના કલાકો બાદ અશોકને હરિયાણા પોલીસે આરોપી બનાવ્યો હતો. આ શખ્સે હત્યા અંગેની કબુલાત પણ કરી લીધી હતી. જો કે થોડાક દિવસ બાદ અશોકે કહ્યુ હતુ કે તેને ફસાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે હત્યારો નથી. ભારે હોબાળો થયા બાદ કેસને ૧૫મી સપ્ટેમ્બરના દિવસે સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. હત્યાકાંડના બે મહિના બાદ સીબીઆઇએ તપાસ પછી સીબીઆઇએ તે જ સ્કુલમાં અભ્યાસ કરનાર સિનિયર વિદ્યાર્થીને આરોપી બનાવવાની જાહેરાત કરતા સોંપો પડી ગયો હતો. સીબીઆઇના કહેવા મુજ વિદ્યાર્થીએ પરીક્ષા મોકુફ કરી દેવામાં આવે તે હેતુસર પ્રદ્યુમ્નની હત્યા કરી હતી. સીીઆઇએ કન્ડક્ટરને ક્લીન ચીટ આપી દીધી છે. એફએસએલ રિપોર્ટમાં અશોકને પણ રાહત થઇ ગઇ છે. મોહિત વર્માએ આજે માહિતી આપતા કહ્યું હતુ ંકે, સીબીઆઈ તેમની સામે કોઇ પુરાવા રજૂ કરી શકી નથી. મોહિત વર્મા બસ કન્ડક્ટર અશોક કુમારના વકીલ છે. કુમારની પ્રદ્યુમ્ન હત્યા કેસમાં સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી.ગુરુગ્રામ સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદથી આને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. ઉંડી તપાસ ચાલી રહી હતી. બસ કંડક્ટર ઉપર સકંજો મજબૂત કરાયો હતો.

Related posts

નીરવ મોદી અને માલ્યાને ભગાડવામાં યુપીએ જવાબદાર : સીતારમણ

aapnugujarat

All-party meet called by PM Modi on June 19 for India-China border talks

editor

ભારતમાં ધાર્મિક આઝાદીના મામલે ચિંતાજનક સ્થિતિ : અમેરિકા

editor

Leave a Comment

UA-96247877-1