Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસને ફટકો : એકલા હાથે ચૂંટણી લડવા એનસીપી તૈયાર

કોંગ્રેસ પાર્ટીને આજે બે મોટા ફટકા પડ્યા હતા. એકબાજુ ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસે જાહેર કર્યા બાદ પાસના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને રાજ્યના જુદા જુદા ભાગોમાં હિંસક દેખાવો થયા હતા. વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. ઘણી જગ્યાઓએ આમને સામને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો આજે પડ્યો હતો. કોંગ્રેસને ફટકો આપીને એનસીપીએ આજે જાહેરાત કરી હતી કે, તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. હાલમાં જ કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુકેલા એનસીપીએ પરિસ્થિતિની નોંધ લઇને એકાએક કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. એનસીપીના નેતા પ્રફુલ પટેલે આજે આ મુજબની જાહેરાત કરી હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ઇચ્છુક હતા પરંતુ કોંગ્રેસ પાર્ટી ગંભીર દેખાઈ રહી ન હતી. વારંવાર વિલંબની પ્રક્રિયા કોંગ્રેસ તરફથી અપનાવવામાં આવી રહી હતી. અમે છેલ્લા દોઢ વર્ષથી તમામ સીટથી ચૂંટણી લડવાની તૈયારી કરી ચુક્યા છે. હવે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશું. એનસીપીએ ૧૮મી નવેમ્બરના દિવસે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની વાત કરી હતી. ગુજરાતમાં ૨૨ વર્ષથી ચાલતા ભાજપના શાસનનો અંત લાવવા કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની ઇચ્છા એનસીપીએ વ્યક્ત કરી હતી પરંતુ આજે એનસીપીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસ પાર્ટીને બે ફટકા પડ્યા છે. પોતાના લોકસભા મતવિસ્તાર કટિહારમાં પત્રકાર પરિષદમાં હાલમાં જ તારીક અનવરે કહ્યું હતુ ંકે, એનસીપી કોંગ્રેસને સંપૂર્ણ ટેકો આપશે અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે પરંતુ આજે એનસીપીએ ગુલાંટ મારી હતી.

Related posts

પંચમહાલ જિલ્લામાં સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

editor

ભલગામ માધ્યમિક શાળામાં ઉજાસ ભણી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

अहमदाबाद शहर में २०५.९३ करोड़ रुपये के रास्ते धुल गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1