Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈસરો હવે આઉટસોર્સિંગથી બે ગણા ઉપગ્રહ તૈયાર કરશે

ઈસરો હવે તેની કામગીરીની ઝડપ બે ગણી કરવા આયોજન કરી રહ્યું છે, જેમાં હાલ તે વર્ષમાં નવથી દસ ઉપગ્રહ તૈયાર કરી અંતરિક્ષમાં મોકલે છે તેમાં વધારો કરી હવે ૧૨થી ૧૮ ઉપગ્રહ બનાવીને અંતરિક્ષમાં લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે. તેથી સ્પષ્ટ છે કે કામ વધશે તો દબાણમાં પણ વધારો થશે. આ માટે એજન્સી નવી યોજના મુજબ આઉટસોર્સિંગની મદદથી કામગીરી હાથ ધરશે, તેનાથી કાર્યક્ષમતામાં વધારો થવા સાથે ઈસરોની ભાગીદાર કંપનીઓ પણ અપેક્ષિત ઝડપથી વિકાસ કરી શકશે.ઈસરો હાલ ખાનગી ઉદ્યોગોની મદદથી ઘણાં કામ કરે છે, તેમાં અંતરિક્ષ યાન, લોન્ચ વિહિકલ, યોજનાનાં અન્ય કામનો સમાવેશ થાય છે. ઈસરોના સેટેલાઈટ સેન્ટર (આઈએસએસી)ના વડા મિલસ્વામી અન્નાદુરાઈએ જણાવ્યું કે બદલાતા સમયની સાથે જરૂરિયાત બદલાઈ રહી છે. તમામ કામ ઈસરો કરી શકતું નથી, તેના કારણે ઈસરો આઉટસોર્સિંગને વધારવા પર વિચારણા કરી રહ્યું છે. ૨૦૧૮-૧૯ના સત્રથી ઉપગ્રહ લોન્ચિંગને બે ગણાં કરવાની ઈસરોની યોજના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસરો લગભગ ૫૦૦ નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો સાથે મળીને કામ કરી રહ્યું છે. ઈસરોના ચેરમેન કિરણ કુમારે જણાવ્યું કે ઉદ્યોગજગત સાથે મળીને સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

મુંબઈ હુમલામાં સામેલ આતંકી હેડલીનાં પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે ભારતની વાતચીત

aapnugujarat

ભોપાલ : ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત

aapnugujarat

૨૦૧૯ સુધીમાં ગંગા ૯૦ ટકા સ્વચ્છ થઈ જશે : નીતિન ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1