Aapnu Gujarat
બિઝનેસ

પેરાડાઇઝ પેપર્સ : પનામા સંદર્ભે રચાયેલી સમિતિ જ તપાસ કરશે

પનામા પેપર્સ પર રચવામાં આવેલી મલ્ટિ એજન્સી દ્વારા પેરાડાઇઝ પેપર્સમાં તપાસ કરવામાં આવશે. આ મામલામાં પણ તેને જ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સત્તાવાર સૂત્રો તરફથી આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ તરફથી લીક કરવામાં આવેલા પેરાડાઇઝ પેપરમાં ૭૧૪ ભારતીય લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. પનામા પર રચવામાં આવેલી મલ્ટિ એજન્સી સંસ્થા દ્વારા હવે આ મામલામાં પણ તપાસ કરવામાં આવનાર છે. સુત્રોનું કહેવું છે કે, છેલ્લા વર્ષે એપ્રિલ મહિનામાં જ કેટલાક ભારતીયો દ્વારા વિદેશમાં નાણા જમા કરવા સાથે સંબંધિત પનામા પેપર્સની તપાસ માટે મલ્ટિ એજન્સી ગ્રુપની રચના કરવામાં આવી હતી. હવે પેરાડાઇઝ પેપર્સની તપાસની જવાબદારી પણ આ ગ્રુપને સોંપવામાં આવી છે. મલ્ટી એજન્સી ગ્રુપમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ફાઈનાન્સિયલ ઇન્ટેલીજન્સ યુનિટ અને આરબીઆઈ ઉપરાંત અન્ય કેટલીક સંસ્થાઓના અધિકારી પણ આમા સામેલ છે. આ પેનલ એવા ૭૧૪ લોકોના અને કંપનીઓના ઇન્કમટેક્સ રિટર્નમાં તપાસ કરશે. જે લોકોના નામ પેરાડાઇઝ પેપર્સમાં સપાટી ઉપર આવ્યા છે તેમની સામે કાર્યવાહી થઇ શકે છે. ટેક્સ રિટર્નની તપાસ કરવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી થશે. આ કાર્યવાહી દરેક કેસમાં જુદી જુદીરીતે હોઈ શકે છે. સિનિયર અધિકારીએ કહ્યું છે કે, સ્વાભાવિક છે કે, કોઇ સંસ્થા અથવા તો વ્યક્તિની સંડોવણીની ખાતરી થયા બાદ જ નોટિસ જારી કરવામાં આવશે. પેરાડાઇઝ પેપર્સમાં ૧.૩૪ કરોડ દસ્તાવેજો છે.
આ ખુલાસા મારફતે એવી કંપનીઓ અને બનાવટી કંપનીઓના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે જે દુનિયાભરમાં અમીર અને તાકાતવર લોકોના પૈસા વિદેશમાં મોકલવામાં મદદ કરે છે. પેરાડાઇઝ પેપર્સ લીકમાં પનામાની જેમ જ કેટલીક ભારતીય હસ્તીઓના નામનો ઉલ્લેખ છે. આ લિસ્ટમાં ૧૮૦ દેશોના નામ છે જેમાં ભારત ૧૯માં ક્રમે છે. જે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે તેમાં મોટાભાગની બરમૂડાની લો ફર્મ એપલબોયના છે. આ યાદીમાં કેટલાક ટોપના લોકોના નામ પણ ખુલ્યા છે. પેરાડાઇઝ પેપર્સમાં વર્તમાનમાં કેન્દ્ર સરકારના ઉડ્ડયનમંત્રી જયંત સિંહા અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચનના બરમુડામાં એક કંપનીના શેર હોવાની વાત કરવામાં આવી છે. જયંત સિંહાનું નામ રાજનીતિમાં આવતા પહેલા ઓમિડયાર નેટવર્કમાં ભાગીદારીને લઇને આવ્યું છે.

Related posts

ભારતનો જીડીપી ગ્રોથ ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે : વર્લ્ડ બેંક

aapnugujarat

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

aapnugujarat

सेबी ने भगोड़े हीरा कारोबारी मेहुल चोकसी पर लगाया पांच करोड़ रुपये का जुर्माना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1