Aapnu Gujarat
મનોરંજન

એશ તેમજ અનિલ કપુર ફન્ને ખાનના શુટિંગમાં વ્યસ્ત થશે

અનિલ કપુર અને બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હાલમાં કોમેડી ફિલ્મ ફન્ને ખાનમાં કામ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મમાં ભૂમિકા અદા કરી રહેલા રાજકુમાર રાવને ઇજા થતા તેને હાલમાં આરામ કરવાની ફરજ પડી શકે છે. રાજકુમાર રાવ ચાર-પાંચ સપ્તાહ સુધી શુટિંગમાંથી બહાર થઇ ગયો છે. બીજી બાજુ અનિલ કપુર અને એશ પોતાના હિસ્સાના શુટિંગને આગળ વધારી રહ્યા છે. બરેલી કી બરફીમાં કૃતિ સનુન સાથે જોરદાર જોડી જમાવીને લોકપ્રિયતા મેળવી લેનાર રાજકુમાર રાવને હાલમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ અનિલ કપુર અને એશ શુટિંગમાં વ્યસ્ત છે. અતુલ માંજરેકરની ફિલ્મને લઇને શુટિંગ એશ પણ શરૂ કરનાર છે. ફિલ્મના નિર્માતા પ્રેમા અરોરાએ માહિતી આપતા કહ્યુ છે કે રાજકુમાર રાવ ઘાયલ થતા શુટિંગના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. અનિલ કુપર અને એશ શુટિંગને પહેલા આગળ વધારી રહ્યા છે. પહેલા નવેમ્ર સુધી શુટિંગને પૂર્ણ કરવાની યોજના હતી જો કે હવે આમાં વિલંબ થઇ શકે છે. રાજકુમારના હિસ્સાનુ શુટિંગ મોડેથી કરવામાં આવનાર છે. એશ અને અનિલ કપુર વિતેલા વર્ષોમાં પણ કેટલીક સફળ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. રાજકુમાર રાવનુ કહેવુ છે કે તેને રિક્વર થવામાં કેટલો સમય લાગે તે અંગે તે કહેવાની સ્થિતીમાં નથી. જો કે એશ ફિલ્મને લઇને આશાવાદી છે. એશ્વર્યા બોલિવુડ ફિલ્મોમાં બીજા રાઉન્ડની ઇનિંગ્સ હવે રમી રહી છે. આવી સ્થિતીમાં તેની પાસે સારી ફિલ્મો આવે તે જરૂરી છે. કરીના કપુર પણ બીજી ઇનિગ્સ હવે શરૂ કરી ચુકી છે. તેને કેટલી સફળતા મળે છે તે બાબત પર હાલ વાત કરવી યોગ્ય રહેશે નહી.

Related posts

એશ્વર્યા રાય બચ્ચન અનિલ કપુરની સાથે તાલ બેસાડશે

aapnugujarat

નવી ડોન ફિલ્મમાં દિપિકા પાદુકોણ કામ કરનાર નથી

aapnugujarat

રણબીર સાથે કામ કર્યાની મને ખુશી છે : વાણી કપૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1