Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ દ્વારા હિમાચલ માટે પ્રચારકની યાદી જાહેર

કોંગ્રેસ પાર્ટીએ હિમાચલ વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ૪૦ નેતાઓના નામનો સમાવશ થાય છે જેમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષ ઉપપ્રમુખ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ યાદીમાં અંબિકા સોની, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ, પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા, આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ અને શીલા દિક્ષિતનો સમાવેશ થાય છે. અન્ય સ્ટાર પ્રચારકોમાં સુશીલકુમાર શિંદે, સુખવિન્દરસિંહનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે ૫૯ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. નવમી નવેમ્બરના દિવસે હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ભારતીય જનતા પાર્ટીએ નેતાઓની એક યાદી જારી કરી દીધી છે. આ નેતાઓ રાજ્યમાં આગામી ચૂંટણી માટે આક્રમકરીતે ચૂંટણી પ્રચાર કરનાર છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વડા અમિત શાહનો પણ સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે.

Related posts

ફેની તોફાન : ઓરિસ્સાને ૧૦૦૦ કરોડની મદદની મોદીની જાહેરાત

aapnugujarat

મહાશિવરાત્રિ સ્નાન સાથે આજે કુંભની પૂર્ણાહૂતિ

aapnugujarat

कृषि बिल का विरोध करने वाले किसान नहीं बल्की पेशेवर प्रदर्शनकारी है : जितेंद्र सिंह

editor

Leave a Comment

UA-96247877-1