Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર ડેમેજ કન્ટ્રોલ મૂડમાં આવી : નવી નોકરીને પ્રાથમિકતા

નોકરીની કમીને લઇને વિપક્ષના ટાર્ગેટ પર રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ડેમેજ ક્ન્ટ્રોલના મુડમાં આવી ગઇ છે. નોકરીની તકોને વધારે પ્રાથમિકતા આપવાનો હવે નિર્ણય કરવામાં આવ્યો છે. આના સંકેત પણ મળવા લાગી ગયા છે. મળેલી માહિતી મુજબ તમામ સરકારી ખાલી જગ્યાઓ માટે ૩૧મી ડિસેમ્બર સુધી નિમણૂંકની પ્રક્રિયાને જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ પીએમઓ દ્વારા આપવામાં આવ્યો છે. કોઇપણ મંત્રાલયના પ્રસ્તાવમાં રોજગારની શક્યતાને લઇને રજૂઆત કરવામાં નહીં આવે તો તેના ઉપર વિચારણા નહીં કરવાનો પણ નિર્ણય કરાયો છે. નોકરી સાથે સંબંધિત ડેટા દર મહિને જારી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. નીતિ આયોગ હાલમાં દર ત્રીજા મહિને જોબ માટેના આંકડા જારી કરવાની તરફેણમાં છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ યુવાનોને ખેંચવાના હેતુસર મોટા અભિયાન શરૂ કરવાની તૈયારી છે. કોંગ્રેસ પાર્ટી પણ દેશના યુવાનો સુધી પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે મોદી હવે નોકરીને લઇને ઝડપથી અને સંતોષજનકરીતે આગળ વધવા માંગે છે. પીએમઓ દ્વારા તમામ મંત્રાલયને સાફ સુચના આપી છે કે હવે એવી યોજના લઇને આવે જેમાં રોજગારીનો ઉલ્લેખ હોય છે. કેબિનેટ સચિવે તમામ સચિવોને પીએમઓના આ આદેશ અંગે માહિતી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્રમાં પોતાની સત્તાના ત્રણ વર્ષથી વધુના ગાળા દરમિયાન મોદી સરકાર આ મુદ્દે વિપક્ષના આક્ષેપોનો સામનો કરી રહી છે.
કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંકેત આપ્યો છે કે તેઓ જોબની કમીના મુદ્દાને સૌથી મોટો મુદ્દો બનાવનાર છે. રાહુલ અમેરિકાની યાત્રા દરમિયાન આ વાત કરીને ભાજપ સરકારની ઉંઘ હરામ કરી ચુક્યા છે. સરકારના સાથી પક્ષો પણ માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ મામલો તકલીફ ઉભી કરી શકે છે. પીએમઓ દ્વારા કેટલાક નવા આદેશ જારી કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પીએમઓ દ્વારા તમામ સરકારી ખાલી જગ્યા માટે ૩૧મી ડિસેમ્બર સુધી નિમણૂંક પ્રક્રિયાને જાહેર કરવા માટે આદેશ કર્યો છે. નિતી આયોગને પણ અસંગઠિત ક્ષેત્રના નોકરીના તમામ આંકડા જારી કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકાર માને છે કે જોબના આંકડા જુના છે. તેમાં માત્ર સંગઠિત ક્ષેત્રના લોકોના આંકડા છે. મુદ્રા યોજના હેઠળ કામ કરી રહેલા લોકોની યાદી જાહેરા કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. કોંગ્રેસ પાર્ટી આને લઇને આક્રમક નીતી તૈયાર કરવા વિચારી રહી છે. આવી સ્થિતીમાં સરકાર સામે મુશ્કેલી વધી શકે છે. રોજગારીનો મુદ્દો મોદી સરકારને ભીસમાં મુકી શકે છે જેથી મોદી સરકાર હેવ આને પ્રાથમિકતાના આધાર પર આગળ વધવા માટે ઇચ્છુક છે.

Related posts

कठुआ सामूहिक दुष्कर्म : 3 दोषियों को उम्र कैद, अन्य 3 को 5 साल सजा

aapnugujarat

સરકારી બેંકોને બેલઆઉટ પેકેજ આપવા કેન્દ્ર સરકારનો ઈન્કાર

aapnugujarat

A shopkeeper shot dead by terrorists in Srinagar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1