Aapnu Gujarat
બિઝનેસરાષ્ટ્રીય

મોબાઇલ વોઇસકોલ્સ સસ્તા થવાનાં એંધાણ

મોબાઇલ કોલ્સ અને ડેટા સસ્તા થયાના લગભગ એક વર્ષ બાદ ફરી એકવાર મોબાઇલ વોઇસકોલ્સ સસ્તા થવાનાં એંધાણ મળી રહ્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી મોબાઇલ ઓપરેટર કંપનીઓ દ્વારા કોલ કનેક્ટિંગ માટે એકબીજાને ચૂકવાતી ફીમાં ઘટાડો કરવા વિચારણા કરી રહી છે. અત્યારે ઇન્ટરનેક્ટ યુસેજ ચાર્જિસ(આઈયુસી) પેટે પ્રતિ મિનિટ ૧૪ પૈસા વસુલાય છે તેની જગ્યાએ નવો દર ૧૦ પૈસા પ્રતિ મિનિટથી ઓછો કરાશે.ગયા સપ્ટેમ્બર મહિનામાં પોતાના લાઇફટાઇમ ફ્રી કોલિંગ પ્લાન સાથે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ મોબાઇલ ફોન ટેરિફમાં ખળભળાટ મચાવ્યા બાદ આઈયુસી વિવાદાસ્પદ મુદ્દો બની ગયો હતો. ગ્રાહકોને ફ્રી કોલ્સની સુવિધાને કારણે રિલાયન્સ જિયોને આઈયુસી પેટે મહાકાય રકમ ચૂકવવી પડે છે, તેથી કંપનીએ આઈયુસી રદ કરવાની માગ કરી છે. કંપનીનો આરોપ છે કે, આઇયુસી લેગસી ટેક્નોલોજી દ્વારા અન્ય મોબાઇલ ઓપરેટરો દ્વારા ઊભો કરાતો કૃત્રિમ અવરોધ છે.
ટ્રાઇના આઈયુસી પરના પ્લાન અંગે વાત કરતાં સૂત્રે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ પર કરાતા કોલ્સની કોસ્ટ ૩ પૈસા પ્રતિ મિનિટ જેટલી જ છે તેથી આઈયુસીના દર ઘટાડવા જોઈએ. આઈયુસીના દર ચોક્કસપણે નીચા આવશે. આજના યુગમાં ફોર-જી જેવાં નેટવર્ક કામ કરી રહ્યાં છે ત્યારે પ્રતિ મિનિટ ૧૪ પૈસાનો આઈયુસી દર ઘણો ઊંચો કહેવાય.

Related posts

વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઇટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક

editor

અમરનાથ યાત્રા બે દિવસ બંધ રહ્યા બાદ શરૂ

aapnugujarat

ચોમાસુ સત્રમાં વીજળી પુરવઠો મેળવવાના અધિકાર માટે બિલ લાવવાની યોજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1