Aapnu Gujarat
રાષ્ટ્રીય

જયપુર-બિકાનેર હાઈવે પર અકસ્માત : સાત લોકોનાં મોત

રાજસ્થાનના સીકર જિલ્લામાં આજે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર એક કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. તેનાથી બંને વાહનોમાં જબરદસ્ત આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. તેનાથી બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. તેમાં સવાર સાત લોકો જીવતા સળગી ગયા હતાં. નેશનલ હાઈવે પર આ દુર્ઘટના બાદ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કારમાં સવાર લોકો ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે. મૃતકોમાં બે બાળકો પણ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હચમચાવી નાખતી આ ઘટના સીકરના ફતેહપુર કોતવાલી વિસ્તારમાં રવિવારે બપોરે થઈ છે. જ્યાં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર બાઈપાસ નજીક આ દુર્ઘટના થઈ હતી. એક કાર ફુલ સ્પિડે આવતા આગળ જઈ રહેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. તેનાથી મોટો બ્લાસ્ટ થયો અને બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ધમાકાનો અવાજ સાંભળીને દૂર દૂરથી લોકો દોડવા લાગ્યા હતા. કંઈ સમજાય તે પહેલા તો કાર અને ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગ એટલી વિકરાળ હતી કે લોકો કંઈ સમજી શક્યા નહીં. જો કે ,આ વિસ્તાર ફતેહપુરથી એકદમ નજીક આવેલો છે અને લોકોની અહીં અવરજવર રહેતી હોય છે. દુર્ઘટનાની જાણ થતાં જ ફતેહપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને ભીડને ત્યાંથી હટાવી હતી. બાદમાં ફાયર બ્રિગેડ પણ આવી પહોંચી હતી, જો કે ત્યાં સુધીમાં બધું ખતમ થઈ ચુક્યું હતું.

Related posts

भारत एक हिंदू राष्ट्र नहीं है और ना ही कभी बन पाएगा : ओवैसी

aapnugujarat

આજે રાત્રે સંસદમાં જીએસટીનું ધમાકેદાર લૉન્ચિંગ : અમિતાભ બચ્ચન, રતન ટાટ, લત્તા મંગેશકર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે

aapnugujarat

ત્રિપુરામાં શાંતિપૂર્ણ રીતે ૭૪ ટકાથી પણ વધુ મતદાન થયું

aapnugujarat
UA-96247877-1