Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની પશ્ચિમથી પૂર્વની ભારત જોડો યાત્રા હશે નવા અંદાજમાં

 લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શાસક પક્ષના સવાલ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેમની યાત્રા પૂરી થઈ નથી. આ દિવસોમાં કોંગ્રેસ નેતૃત્વમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રની બીજી આવૃત્તિને લઈને મંથન ચાલી રહ્યું છે કે યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ કરવી જોઈએ. ભારત જોડો યાત્રાની પ્રથમ આવૃત્તિમાં રાહુલ ગાંધી ઘણું ચાલ્યા હતા. તેમનું સમગ્ર શેડ્યૂલ સરળ હતુ, પરંતુ ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિ એવી નહીં હોય. બીજી આવૃત્તિ નવીન હશે, જેમાં પદયાત્રા સાથે વધુમાં વધુ લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી. તેમનો સંપર્ક કેવી રીતે કરવો અને તેમના શબ્દોને કેવી રીતે સમજવું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં 2017ની નવસર્જન યાત્રા જેવી જ હોઈ શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની બીજી ભારત જોડો યાત્રામાં વધુને વધુ લોકોને જોડવા ઈચ્છે છે. આ માટે 2017માં ગુજરાતમાં મહદઅંશે સફળ થયેલી નવસર્જન ગુજરાત યાત્રાની બાબતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન વોકિંગની સાથે રોડ શો અને કેટલીક જાહેરસભાઓને સંબોધિત કરી શકે છે. 2017માં રાહુલ ગાંધીએ ગુજરાતમાં પણ આ જ પેટર્ન અપનાવી હતી. તેનું ખૂબ જ સારું પરિણામ આવ્યું. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાહુલ ગાંધીના ઘણા રોડ શો અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા પોરબંદરથી ભારત જોડો યાત્રા શરૂ કરવાની દરખાસ્ત કેન્દ્રીય ટીમને મોકલી આપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવસર્જન યાત્રા કાઢી ત્યારે તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. 2017ની ચૂંટણીમાં પાર્ટીને રાજ્યમાં વધુ બેઠકો મળી હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યાત્રાથી રાહુલ ગાંધી વધુ લોકોને પોતાની સાથે જોડીને આગળ વધી શકશે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે ગાંધી જયંતિ પર યાત્રા શરૂ કરવા કરતાં વધુ સારું કંઈ હોઈ શકે નહીં. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં એક શહેરથી બીજા શહેરમાં પગપાળા પ્રવાસ કરી શકે છે. શહેરની અંદર તેઓ લોકો અને વિવિધ વર્ગના લોકો સાથે વાર્તાલાપ કરવા માટે રોડ શો અને અગ્રણી સ્થળો પર જઈ શકે છે. આવી સ્થિતિમાં વધુ લોકોને યાત્રામાં ભાગ લેવાનો મોકો મળશે. ભારત જોડો યાત્રાના રૂટમાં આવતા તમામ રાજ્યો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.

Related posts

જમ્મુમાં ગ્રેનેડ હુમલો : એકનું મોત, ૩૨થી વધુ ઘાયલ

aapnugujarat

छत्तीसगढ़ के कांकेर में नक्सलियों ने उड़ाया पेट्रोल टैंकर, 3 लोगों की मौत

aapnugujarat

वर्तमान राजस्थान सरकार का पहला पूर्णकालिक बजट पेश

aapnugujarat
UA-96247877-1