Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

H-1B visa રિન્યુઅલના નિયમો સરળ બન્યા, હવે ભારત પરત આવવાની જરૂર નથી

પ્રોફેશનલ લોકો અમેરિકામાં કામ કરવા માટે જેનો ઉપયોગ કરે છે તે H-1B વિઝાના રિન્યુઅલ અંગે અમેરિકાએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. હવેથી H-1B વિઝાને રિન્યુ કરવા માટે ભારત પરત આવવાની જરૂર નહીં રહે. અમેરિકા દ્વારા ઈન કન્ટ્રી H-1B રિન્યુએબલ વિઝા ઈશ્યૂ કરવામાં આવશે. જેથી અમેરિકા બહાર ગયા વગર પણ વિઝા રિન્યુ થઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. H-1B વિઝાને વર્ક વિઝા પણ કહેવામાં આવે છે અને ટેકનોલોજી કંપનીઓ તેની મદદથી ભારત જેવા દેશમાંથી હજારો કર્મચારીઓને હાયર કરતી હોય છે.

અમેરિકામાં વસતા હજારો ભારતીય H-1B વિઝાધારકોને આ પગલાંથી રાહત થશે. અત્યાર સુધી તેમણે વર્ક વિઝા રિન્યુ કરાવવા હોય તો તેના માટે થોડા સમય માટે અમેરિકા બહાર જવું પડતું હતું અને પછી વિઝા રિન્યુ કરાવીને પરત આવવું પડતું હતું.

H-1B વિઝા શું હોય છે?
અમેરિકાના H-1B વિઝાની કાયમ ઉંચી ડિમાન્ડ રહેતી હોય છે. આ સૌથી વધારે પસંદ કરવામાં આવતા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ ભારત સહિતના દેશોમાંથી સ્પેશિયલ વર્કર્સને નોકરી પર રાખી શકે છે. ટેકનિકલ કુશળતા ધરાવતા લોકોને હાયર કરવા માટે અમેરિકન કંપનીઓ આ વિઝાનો ઉપયોગ કરે છે અને વિદેશી કર્મચારીઓને અમેરિકા બોલાવે છે. તેથી તેને વર્ક વિઝા પણ કહે છે. 2024 સુધી અમુક પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા, ખાસ કરીને H-1B વિઝાને અમેરિકાની અંદર રિન્યુ અથવા સ્ટેમ્પ કરી શકાતા હતા.

H-1B વિઝાને એક્સ્ટેન્ડ કરાવવાનું સરળ બનશે
પરંતુ 2004 પછી નિયમો બદલાઈ ગયા. તેથી H-1B વિઝાને રિન્યુ કરવા હોય તો વ્યક્તિએ અમેરિકાની બહાર જવું પડતું હતું. મોટા ભાગે તેમણે પોતાના દેશમાં પરત આવવું પડતું અને H-1B વિઝાને એક્સ્ટેન્ડ કરાવવા પડતા હતા. H-1B ત્રણ વર્ષ માટે ઈશ્યૂ થતા હોય છે. H-1B વિઝા ધારકોના વિઝા રિન્યુ થઈ જાય ત્યાર પછી તેમણે રિન્યુઅલની ડેટ સાથે પાસપોર્ટ પર સ્ટેમ્પ કરાવવો પડે છે. તેમણે અમેરિકા બહાર જઈને ફરીથી અમેરિકામાં એન્ટ્રી કરવી હોય તો આ જરૂરી હોય છે. હાલમાં H-1B વિઝા પર અમેરિકામાં સ્ટેમ્પિંગ નથી થતું. ફરીથી સ્ટેમ્પ લગાવવાનું કામ કોઈ પણ અમેરિકન કોન્સ્યુલેટ પર જ થાય છે.

ભારતીયોને સૌથી વધુ રાહત મળશે
અત્યાર સુધીના નિયમના કારણે વિદેશી કામદારોને ઘણી અગવડ પડતી હતી. પરંતુ હવે તેમનું કામ આસાન થઈ જશે. હાલમાં વિઝા માટે 800 દિવસથી લઈને બે વર્ષનો વેઇટિંગનો ગાળો ચાલે છે ત્યારે અમેરિકાની અંદર જ H-1B વિઝા રિન્યુ કરવાની સુવિધા મળી જાય તે ઘણી ઉપયોગી સાબિત થશે. તેમાં પણ ભારતીયોને ખાસ રાહત મળશે કારણ કે ગયા વર્ષે અમેરિકાએ 1.25 લાખ સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કર્યા હતા. એક વર્ષની અંદર અમેરિકામાં હાયર એજ્યુકેશન માટે આવેલા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.

Related posts

ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા આપવાનું બંધ કરી દીધું

aapnugujarat

વિશ્વમાં ૭૫ ટકા વસતી આકરી ગરમીની અસરનો ભોગ બનશે

aapnugujarat

CAA-NRC is ‘internal matters’ of India : Sheikh Hasina

aapnugujarat

Leave a Comment

UA-96247877-1