Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતંકી સીએએમ બશીરની કેનેડાથી ધરપકડ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ (૨૦૦૨-૦૩) કેસના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સીએએમ બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. તેની સાથે જ મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
આતંકીસીએમએ બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (એસઆઈએમઆઈ)ના પ્રારંભિક કટ્ટરપંથી નેતાઓમાંનો એક ગણવામાં આવે છે. બશીર સામે ૨૦૦૨-૦૩ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ વિસ્ફોટમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં અને ઘણા ઘાયલ થયા હતા. આ કેસમાં બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. આતંકી બશીરને ચેનેપરંબિલ મોહમ્મદ બશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. બશીર કેનેડાથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો. બશીર વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે તેની વિરુદ્ધ હત્યા, આતંકવાદી કાવતરું, ષડયંત અને અન્ય આરોપો છે. આ આરોપોમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બશીર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ડિસેમ્બર ૨૦૦૨માં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બ્લાસ્ટ, જાન્યુઆરી ૨૦૦૩માં વિલે પાર્લે બ્લાસ્ટ અને માર્ચ ૨૦૦૩માં મુલુંડ ટ્રેન બ્લાસ્ટ સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસે ચાલી રહેલી પ્રત્યાર્પણ પ્રક્રિયાના ભાગરૂપે ડીએનએ પ્રોફાઇલિંગ માટે બશીરની બહેન પાસેથી લોહીના નમૂના લેવા માટે એર્નાકુલમની વિશેષ અદાલત પાસે પરવાનગી માંગી છે.
બશીરનો જન્મ વર્ષ ૧૯૬૧માં કેરળના કપરાસેરી ગામમાં થયો હતો, તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. તે અલુવા ટાઉનમાં સિમીના અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યો. ૧૯૮૦ ના દાયકાના અંતે બશીરને સિમીના અખિલ ભારતીય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, બશીરે ઘણા યુવાનોને આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે પ્રેરિત કર્યા અને યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

Related posts

Seer in team of Acharya Satyendra Das, chief priest of Ram Janambhoomi in Ayodhya tested Covid-19 positive

editor

पंजाब में कैंसर के मरीजों की बढ़ती संख्या पर हरसिमरत और कांग्रेस के बीच वाकयुद्ध

aapnugujarat

મહારાષ્ટ્ર : મરાઠાને નોકરી, શિક્ષણમાં ૧૬ ટકા અનાતમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1