Aapnu Gujarat
ગુજરાત

સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બહાર જ આરોપીને મોતને ઘાટ ઉતારી દેવાયો

સુરત શહેરમાંથી એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અઠવાલાઈન્સ કોર્ટ બહાર હત્યાના આરોપીની જ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. હત્યાના આરોપીને મુદ્દત હોવાથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ સમયે પોલીસના બંદોબસ્ત વચ્ચે હુમલાખોરોએ આરોપી પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આરોપીને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કોર્ટ બહાર જ આરોપી પર હુમલો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી કોર્ટમાં એક ચોંકાવનારી હત્યાનો બનાવ બન્યો છે. એક હત્યાના આરોપીને લઈને પોલીસ કોર્ટમાં આવી હતી. એ સમયે પોલીસના પૂરતા બંદોબસ્ત વચ્ચે જ આરોપી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે કેટલાંક અજાણ્યા શખસો આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયારથી આરોપી પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આરોપી પર હુમલો થયો બાદ તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું.

આરોપીની હત્યા કર્યા બાદ હુમલાખોરો ફરાર
કોર્ટની બહાર અને પોલીસની હાજરીમાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપીને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ હુમલો થયો ત્યારે થોડીવાર માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની હાજરીમાં જ હત્યાના આરોપી પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે, હત્યાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે પણ હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હત્યાના આરોપીની જ હત્યા કરાઈ
હુમલાખોરો હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ જતા પોલીસે આસપાસના વિસ્તારને ઘેરાબંદી કરીને તેઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, જે આરોપીની હત્યા કરવામા આવી તેને કોર્ટમાં મુદ્દત હોવાથી રજૂ કરવા માટે લઈને આવવામાં આવ્યો હતો. આ સમયે હુમલાખોરો તકની રાહ જોઈને જ ઊભા હતા અને આરોપી પર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ, પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કચરો ફેંકવા બદલ ડીમાર્ટ સહિત ૧૦૦ વધુ એકમો સીલ

aapnugujarat

પાકને જડબાતોડ જવાબ બદલ સેનાને શુભેચ્છાઓ : વાઘાણી

aapnugujarat

सोशल मीडिया में की गई पोस्ट को लेकर कामरेज के विधायक के पुत्र के विरूद्ध शिकायत दर्ज हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1