Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં કચ્છી બિલ્ડરની હત્યા

નવી મુંબઈમાં એક કચ્છી બિલ્ડરની જાહેર માર્ગ પર હત્યા કરી દેવામાં આવી છે. બુધવારની સાંજે આ ઘટના બની હતી. બિલ્ડર જ્યારે પોતાની કાર સ્ટાર્ટ કરી રહ્યા હતા એ જ સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો તેમના પર ગોળીબાર કરી નાસી છૂટ્યા હતા. હુમલાખોરોએ બિલ્ડરને ત્રણ ગોળી મારી દીધી હતી. ઘાયલ બિલ્ડરને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જમીન વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
મૂળ કચ્છના રાપર તાલુકાના સાંય ગામના વતની 65 વર્ષના સવજીભાઈ મંજેરી (પટેલ) ઈમ્પિયરીયા ગ્રુપના એક પાર્ટનર હતા. તેઓ બુધવારે સાંજે પોણા પાંચ વાગ્યાની આસપાસ નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં આવેલા અપના બજાર પાસે પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને તેને સ્ટાર કરી જ રહ્યા હતા કે, એક બાઈક પર બે શખસો ત્યાં આવ્યા હતા અને સવજીભાઈ કંઈ સમજે તે પહેલા તેના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. તેમની હત્યાથી મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અને વાગડના લેઉવા પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, સાંજે 4.45 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. તે પછી સ્ટોપ પર એક વ્યક્તિની બોડી કારમાં મળી હતી. તેને ગોળી મારવમાં આવી હતી. 3 બુલેટના ખોખા પણ મળ્યા છે. એ વ્યક્તિ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છે અને તેનું નામ સવજીભાઈ પટેલ છે. લોકોના જણાવ્યા મુજબ, બે લોકો બાઈક પર આવ્યા હતા અને ગોળી મારી નાસી છૂટ્યા હતા. પોલીસ મૃતકના પરિવારજનો અને મિત્રોની સાથે વાતચીત કરી રહી છે અને હત્યા સાથે જોડાયેલી લિંક શોધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ,મૃતક સવજીભાઈ ઉપર થોડા મહિના પહેલા મુંબઈમાં છેડતીનો એક કેસ નોંધાયો હતો, જે બાબતે રાપરના નરસી સરૈયા નામના શખસ પર રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો. આ હુમલો સવજીભાઈએ કરાવ્યો હોવાનો આરોપ મૂકાયો હતો. તો, એક મહિના પહેલા સવજીભાઈએ વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી દેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાક્રમોને પગલે તેમની હત્યાના તાર કચ્છ સાથે જોડાયેલા હોવાની અટકળો થઈ રહી છે.

Related posts

JNU हिंसा पर बोले जावड़ेकर : कुछ लोग देश में फैला रहे हैं अराजकता

aapnugujarat

कश्मीर में शांति लाना अब बेहद चुनौतीपूर्ण : शरद यादव

aapnugujarat

ઉજજ્વલા યોજનામાં ફેરફાર : બધાં રેશનકાર્ડ ધારકોને ફ્રી કનેક્શન મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1