Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકી સાતની મૂડી ૪૦,૭૯૯ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની દસ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કટ મુડીમાં સંયુક્ત રીતે ૪૦૭૯૯.૭૧ કરોડનો વધારો થઇ ગયો છે. આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, એસબીઆઇ, એચયુએલ, મારૂતિ સુઝુકી ઇન્ડિયા અને ઓએનજીસીની માર્કેટ મુડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આ તમામ કંપનીઓની મુડીમાં વધારો થયો હતો. જ્યારે આઇટીસી, એચડીએફસી અને ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. આરઆઇએલની માર્કેટ મુડીમાં ૯૧૮૬.૧૫ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને હવે ૫૨૭૫૯૪ .૧૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની માર્કેટ મુડી ૮૧૮૧.૬૮ કરોડ રૂપિયા વધીને ૨૫૭૯૮૨.૫૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. ટીસીએસની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૭૬૫૭.૧૫ કરોડ રૂપિયા વધીને ૪૮૨૯૨૬.૯૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. એસબીઆઇ અને મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ક્રમશ ૫૩૯૫.૦૩ કરોડ અને ૪૭૩૫.૧૧ કરોડનો વધારો થઇ ગયો છે. એચડીએફસીની માર્કેટ મુડીમાં ૩૨૭૦.૪૪ કરોડનો વધારો થયો છે. આની સાથે જ ઓએનજીસીની માર્કેટ મુડી ૨૩૭૪.૧૫ કરોડ રૂપિયા વધીને ૨૧૩૭૩૭.૫૩ કરોડ થઇ ગઇ છે. આની બિલકુલ વિરુદ્ધમાં આઇટીસીની માર્કેટ મુડી ૧૨૭૬૯.૯૧ કરોડ રૂપિયા ઘટીને ૩૪૧૪૪૩.૦૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસીએ આ ગાળા દરમિયાન ૮૧૦૭.૮૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જેથી તેની માર્કેટ મુડી ૨૭૬૦૩૨.૫૩ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૨૮૭૧.૧૮ કરોડ ઘટીને ૨૨ ૬૩૨૯.૪૪ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં સતત પાંચમાં સપ્તાહ દરમિયાન તેજી રહી હતી. સેંસેક્સ ૧૬ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી બાવન પોઇન્ટ ઉછલીને બંધ રહ્યો હતો. તેજી વધારે રહી હતી પરંતુ અંતે સાપ્તાહિક ઉછાળો ઓછો રહ્યો હતો.

Related posts

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો! , વાંચો સમગ્ર માહિતી

editor

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

editor

Arihant Institute Limited aims to open 21 new coaching centres through IPO, targets raising Rs 7.5 crore

aapnugujarat

Leave a Comment

UA-96247877-1