Aapnu Gujarat
ગુજરાત

મોંઘવારીએ માઝા મૂકી : પ્રજા પરેશાન

હાલ પવિત્ર રમઝાન માસ અને ચૈત્રી નવરાત્રી ના ધાર્મિક તહેવારો ચાલી રહયા છે તેવામાં મોંઘવારીએ માઝા મૂકી છે દરેક ધર્મો ના અલગ અલગ રીતી રિવાજો અને તેને મનાવવાની ઘબ અલગ અલગ છે જેવું કે હાલ હિન્દુ ધર્મ માં ચૈત્ર નવરાત્રી નો પર્વ ચાલી રહ્યું છે તેવામાં હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા માં ની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને પોતાના દેવી દેવતાઓને ખુશ કરવામાં આવતા હોય છે તેવીજ રીતે મુસ્લિમ બિરાદરો નો પવિત્ર રમઝાન માસ તેઓ અલ્લાહ ની બંદગી જેવું કે રોજા રાખવા નમાઝો પડવી કુરાને મજીદ ની તિલાવત કરવી તરાવિહ ની નમાઝ પઢવી રમજાન માસ ઇસ્લામ ધર્મ ના પાયાના સ્થંભનો એક સ્થંભ ગણાય છે જેમાં મુસ્લિમ બિરાદરો ખાવામાં પીવામાં ક્રોધ કરવામાં કે – જાતીય સંબંઘો માં ખુબજ ધેર્ય વર્તતા હોય છે . વધુમાં આવા કાળ ઉનાળે આવેલ રમઝાન માસ ના ૧૦ રોજા અગ્નિ પરીક્ષા સમાન છે કારણકે મોંઘવારી સાતમા આસમાને ચડી ને બેસી જવાની કસમ ખાધી છે જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી લીંબુ ના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે હાલ રમજાન માસના ૧૦ દિવસ વીતી જવા પામ્યા છે અને લીંબુ નો ભાવ સતત વધી રહ્યું છે પ્રથમ દિવસે ૧૫૦ હતા અને આજે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કિલો છે . તો આખા દિવસ ના રોજા ની થકાન ઉતારવા માટે લીંબુ સરબત પી ને પણ લોકો સુખ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ લીંબુ ના ભાવ આસમાને ચડી જતા ગરીબ અને આમ પ્રજા લીંબુ ના સરબત થી મહેરમ થઈ જવા પામી છે.માત્ર ને માત્ર ૪ થી ૫ દિવસો માજ લીંબુ ના ભાવ માં સતત વધારો નોંધાય રહ્યું છે વેપારીઓ પોતાની માં મરઝી ના ભાવો લગાવી ને લીંબુ વેચતા હોય છે જાણે કે તકનો લાભ ચુકવોજ નથી તેવું આ શાકભાજી વેપારીઓ ના મુખ જોતા વ્યતીત થાય છે . ઘણા ખરા ગામો માં અમુક સમાજ ના લોકો દ્વારા લીંબુ ખરીદવા નહિ અને કોઈને ખરીદવા દેવા પણ નહિ ની મુહિમ ચલાવવામાં આવી છે.

Related posts

વડોદરામાં તા. ૧૪ ઓગષ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાશે

aapnugujarat

તા. ૮ મી જુલાઇએ નેશનલ “લોક-અદાલત”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ “લોક-અદાલતો”નું આયોજન

aapnugujarat

લીલાપુર ફાર્મહાઉસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા શરાબનો જથ્થો કબજે કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1