Aapnu Gujarat
સ્વસ્થતા

ગરમીમાં વારંવાર પાણી પીવો છો તો પણ નથી છીપાતી તરસ? તો અજમાવો આ ઉપાયો

ગરમીમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ગરમીમાં પાણી ઓછુ પીવું છો તો એની અનેક સાઇડ ઇફેક્ટ થાય છે. આમ, આ ગરમીમાં ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે ડાયટ પર પૂરતું ધ્યાન આપતા નથી તો તમે જલદી જ બીમાર પડી જાવો છો. આ સમય દરમિયાન બહારનું તાપમાન અને શરીરનું અંદરનું તાપમાન વધી જાય છે. જો કે ઘણાં લોકોની ફરિયાદ હોય છે ગરમીમાં પાણી વધારે પીવાથી પણ તરસ છીપાતી નથી. જો તમને પણ આ સમસ્યા થાય છે તો તમે પણ ડેઇલી ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો.
ફુદીનાનું પાણી પીવો
ગરમીમાં તમે ફુદીનાનું પાણી પણ પી શકો છો. આ પાણી બનાવવા માટે ફુદીનાના પાનને કટ કરી લો અને એને ધોઇને પીસી લો. ત્યારબાદ ઠંડુ થવા માટે ફ્રિજમાં મુકો. આ પાણી પીવાથી તમને વારંવાર તરસ નહિં લાગે.
દહીં
દહીંમાં રહેલા પોષકતત્વો તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીં એન્ટી બેક્ટેરીયલ ગુણોથી ભરપૂર હોય છે. તમે તમારી તરત છીપાવવા માટે દહીં ખાઇ શકો છો. આ માટે દહીંમાં તમે થોડો ઇલાયચી પાઉડર મિક્સ કરો અને પછી ખાઓ.
મધ
હુંફાળા પાણીમાં મધ નાંખીને પીવાથી પણ તરત છીપાઇ જાય છે. તમને વારંવારં પાણીની તરસ લાગે છે તો તમે આ ઉપાય કરો. આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે.
લવિંગ
લવિંગને પણ તમે મોંમા રાખી શકો છો. લવિંગ મોંમા રાખવાથી પાણીની તરસ જલદી છીપાઇ જાય છે. લવિંગને મોંમા રાખવાથી તમને આરામ પણ મળે છે.

તરબૂચ

ગરમીમાં દરેક લોકોએ અઠવાડિયામાં બે વાર તરબૂચ ખાવું જોઇએ. તરબૂચમાં પાણીનો ભાગ વધારે હોવાથી તમારે વારંવારં પાણી પીવું પડશે નહિં.

Related posts

Fitness Tips – How much exercise you need to be healthy

aapnugujarat

These Fitness Tips Help Take Inches off Your Waistline

aapnugujarat

શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1