Aapnu Gujarat
ગુજરાત

રખડતા ઢોર મામલે વિધાનસભામાં બિલ પસાર થાય એ પહેલા જ માલધારી સમાજનો વિરોધ

રખડતા ઢોર મામલે વિધાનસભામાં બિલ પસાર થાય એ પહેલા જ માલધારી સમાજનો વિરોધ રાજકોટમાં માલધારી સમાજના આગેવાનોએ કર્યો હતો. કલેક્ટર કચેરીએ રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું અને કાયદો બનતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવું આવેદન પત્ર આપ્યું છે.

એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આ અંગેના કડક કાયદાઓ બનાવવા માટેનું બિલ પણ વિધાનસભામાં પસાર થશે, રાજ્યમાં હાઈકોર્ટે પણ આ બાબતે સરકારને ટકોર કરેલી છે. સી.આર. પાટીલે પણ આ બાબતને લઈને અવાર નવાર જણાવ્યું છે. ત્યારે માલધારી સમાજના લોકોઅે કલેક્ટરને આ અંગે આવેદન પત્ર આપ્યું હતું.

માલધારી સમાજના આગેવાનો એ કહ્યું કે, આગામી 31 માર્ચના રોજ આ કાયદો લાવવામાં આવી રહ્યાે છે. આ કાયદામાં જો જોગવાઈ કરવામાં આવનાર છે જેમાં 1 વર્ષની સજા અને દંડ હશે તો માલધારી સમાજ માટે નુકશાન કરતા છે. આગામી દિવસમાં તેઓ વિધાનસભાની ચૂંટણીઓમાં મતોનો બહીસ્કાર કરશે તેવું તેમને કહ્યું હતું.

આ વિરોધ વચ્ચે આગામી સમયમાં શહેરના રસ્તાઓ પર રખડા ઢોરનો ત્રાસ દૂર થશે તે બાબતે બીજી તરફ કામગિરી કરવામાં આવશે.

Related posts

भारी हर्षोल्लास के साथ जगन्नाथ भगवान की जलयात्रा निकली

aapnugujarat

ડાકોર ફાગણી પૂનમના મેળા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન

aapnugujarat

દુબઈમાં નોકરીના બહાને જંબુસર અને વડોદરાનાં૨૫ યુવાનો સાથે છેતરપિંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1