Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ દર્શન માટે ૩૦૯ શ્રદ્ધાળુની નવી ટુકડી રવાના

અભૂતપૂર્વ ઉત્સાહની વચ્ચે વાર્ષિક અમરનાથ યાત્રા યથાવતરીતે જારી રહી છે. આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૩૦૯ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. આઠ વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ વહેલી પરોઢે ૨.૫૦ વાગે રવાના થયા હતા. સવારમાં ભગવતી નગર નિવાસ ખાતેથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા ત્યારે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. સવારમાં જે શ્રદ્ધાળુઓનો કાફલો રવાના થયો હતો તેમાં ૨૩૬ પુરૂષો અને ૭૩ મહિલાનો સમાવેશ થાય છે. અધિકારીઓના કહેવા મુજબ ૨૧૩ શ્રદ્ધાળુઓ બલાતાલ બેઝ કેમ્પ માટે રાવાના થયા હતા. આવી જ રીતે ૯૬ પહલગામ બેઝ કેમ્પ મંટે રવાના થયા હતા. શ્રદ્ધાળુઓ માટે પહેલગામ અને બલતાલ બન્ને સ્થળ પર હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વર્ષે યાત્રામાં હજુ સુધી ૪૮ શ્રદ્ધાળઓના મોત થયા છે જે પૈકી માર્ગ અકસ્માતમાં ૧૭ના અને ૧૦મી જુલાઇના દિવસે કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. કુદરતી કારણોસર ૨૩ શ્રદ્ધાળુઓના મોત થયો છે. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અત્રે નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા.
૨૯મી જુનના દિવસે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ હજુ સુધી ૨.૫૧ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. સાતમી ઓગષ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. વહેલી સવાર નવી ટુકડી રવાના થઇ હતી. ૪૦ દિવસ સુધી યાત્રા ચાલનાર છે. છેલ્લા ૧૮ વર્ષમાં ૫ ત્રાસવાદી હુમલા અરમનાથ યાત્રીઓ ઉપર થયા છે. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધે છે. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી રહે છે. જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે ચાલે છે.

Related posts

ओडिशावासियों को ओडिशा सीएम का आश्वासन, लोगों की असुविधा पर रहेगी अब मेरी सीधी नजर

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનું ષડયંત્ર

aapnugujarat

WCD ministry develop online management information system to monitor and evaluate at each level the ‘Beti Bachao Beti Padhao’ scheme

aapnugujarat

Leave a Comment

UA-96247877-1