Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરી પંડિતોની હત્યા :૨૧૫ કેસો ફરી ખોલવા કોર્ટનો ઇન્કાર

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૮૯-૯૦માં કાશ્મીર ખીણમાં ત્રાસવાદી ગતિવિધીની ચરમસીમા દરમિયાન ૭૦૦થી વધારે કાશ્મીરી પંડિતોની હત્યા સહિત જુદા જુદા ગંભીર પ્રકારના ગુના બદલ અલગતાવાદી લીડર યાસીન મલિક સહિત જુદા જુદા લોકોની સામે તપાસ કરવા તેમજ તેમની સામે ખટલો ચલાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ તારણ આપ્યા હતા. ચીફ જસ્ટીસ જેએસ ખેહર અને જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા આજે આ મુજબનો આદેશ આપવામાં આવ્યો હતો. બેંચે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે આ બનાવોને ૨૭ વર્ષનો ગાળો થઇ ગયો છે. હત્યા, આગ અને લુટના કેસમાં પુરાવા એકત્રિત કરવાની બાબત ખુબ મુશ્કેલરૂપ રહેશે. કાશ્મીર ખીણમાં વર્ષ ૧૯૮૯-૯૦માં મોટા પાયે હત્યા, આગ અને લુટની ઘટનાના કારણે ખીણમાંથી હજારોની સંખ્યામાં લોકો અન્યત્ર હિજરત કરી ગયા હતા. આ લોકો હજુ પણ કાશ્મીર ખીણમાં પરત પહોંચ્યા નથી. કાશ્મીરી પંડિતોની વાપસીને લઇને મુદ્દા સમય સમય પર ઉઠાવવામાં આવ્યા છે. જો કે કાશ્મીરી પંડિતોની વાપસીનો જટિલ મામલો અકબંધ રહ્યો છે. રાજકીય પ૭ો પણ આ મુદ્દાન વારંવાર ઉઠાવતા રહ્યા છે. બેંચે અરજી કરનાર વ્યક્તિની જોરદાર ઝાટકણી કાઢી હતી. રૂટસ ઓફ કાશ્મીર નામની સંસ્થા તરફથી ઉપસ્થિત રહેલા વકીલ વિકાસ પડોરાએ કહ્યુ હતુ કે કાશ્મીરી પંડિતોને ખીણમાં તેમના આવાસ અને સંપત્તિ છોડી દેવા માટેની ફરજ પાડવામા ંઆવી હતી. તપાસમાં કેટલીક બાબતોને સામેલ કરવામાં આવી ન હતી. તેમણે વધુમાં કહ્યુ હતુ કે વ્યાપક વિલંબ પણ હવે થઇ ચુક્યો છે. આટલા લાંબા ગાળામાં કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારે આ બાબતમાં ધ્યાન આપ્યુ ન હતુ. જરૂરિયાત તરફ ધ્યાન આપવામાં આવ્યુ ન હતુ. સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે ૭૦૦ કાશ્મીરી પંડિતોની હત્યા સાથે સંબંધિત એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જો કે કોઇ પણ કેસ યોગ્ય સ્તર સુધી પહોંચ્યો ન હતો. કાશ્મીરી પંડિતોને વર્ષ ૧૯૯૦ની શરૂઆતમાં ખીણમાંથી ફરાર થઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર હતી ત્યારે કાશ્મીરી પંડિતોની હાલત ખુબ કફોડી હતી.ત્રાસવાદી ગતિવિધી જોરદાર રીતે ચાલી રહી હતી ત્યારે કાશ્મીરી પંડિતો પર વ્યાપક અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો. હુમલા કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે પંડિતોને તેમની જગ્યાએ છોડી દેવાની ફરજ પડી હતી.અરજીદારે કેટલીક તર્કસંગત રજૂઆત કરી હતી.
હિંસાગ્રસ્ત કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોની તકલીફને લઇને ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી છે. આવી સ્થિતીમાં આ મુદ્દો ફરી એકવાર ગરમ બની રહ્યો છે. કાશ્મીર ખીણમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને કોઇ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. બીજી બાજુ કટ્ટરપંથીઓને રાહત થઇ છે. જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપની સરકાર આવ્યા બાદથી સ્થાનિક લોકો પણ પંડિતોના મુદ્દાને ઉકેલવા રજૂઆત કરી રહ્યા છે.

Related posts

शाह ने कहा एंटी हिंदु तो सिद्धारमैया ने बताया कट्टर : कर्नाटक में चुनाव को लेकर बयान बाजी शुरू

aapnugujarat

મી ટૂઃ કેન્દ્રીય મંત્રી એમજે અકબરે પ્રિયા રામાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો

aapnugujarat

TMC विधायक विल्सन सहित 10 सदस्य भाजपा में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1