Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સામે રાષ્ટ્રીય ગઠબંધન અંગે ટૂંકમાં વાટાઘાટો શરૂ થશે : શિવસેના

રાષ્ટ્રીય ગઠબંધન અંગે થોડા દિવસોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેના અંગે એનસીપીના વડા શરદ પવાર સાથે મંત્રણા પણ કરવામાં આવી છે, એમ શિવ સેનાના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય ગઠબંધનમાં કૉંગ્રેસ પણ મુખ્ય પક્ષ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. “દેશમાં મજબૂત વિરોધપક્ષની જરૂરિયાત છે, પરંતુ કૉંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કરી શકાય નહીં. હકીકતમાં કૉંગ્રેસ પક્ષ ગંઠબંધનનો આત્મા છે. જોકે, વાટાઘાટ કરવામાં આવ્યા પછી નેતૃત્વનો નિર્ણય લેવામાં આવશે, એમ પત્રકારોને તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં રાજ્યમાં ત્રણ અલગ અલગ વિચારધારાવાળા પક્ષ (કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના)ની આગેવાની હેઠળ મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ આદર્શ ગઠબંધન છે, જે સારી રીતે કામકાજ કરે છે,’ એમ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં આસામ, કેરળ અને તમિળનાડુની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ પશ્રિ્‌ચમ બંગાળમાં એક પણ બેઠક મળી નથી એ સારી બાબત નથી. કૉંગ્રેસ પક્ષે વધુ મજબૂત બનવાનું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

Related posts

Soros and India

aapnugujarat

1993ના બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે કર્યો નિર્દોષ જાહેર,

aapnugujarat

અનામત : એક જ દિવસમાં પ્રસ્તાવ તૈયાર થઇ ગયો હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1