Aapnu Gujarat
गुजरात

રાજ્યભરમાં ભીષણ ગરમી : લોકો ત્રાહિમામ

અમદાવાદ શહેરમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો. રાજ્યના જે વિસ્તોરમાં પારો આજે ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૪.૬, ગાંધીનગરમાં ૪૪.૫, ડિસામાં ૪૫.૨, ઇડરમાં ૪૪.૬, અમરેલીમાં ૪૪, રાજકોટમાં ૪૪.૪, સુરેન્દ્રનગરમાં ૪૫.૭, ભુજમાં ૪૪.૨ અને કંડલા એરપોર્ટ ૪૪.૬ સુધી પારો પહોંચી ગયો હતો. બપોરના ગાળામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી બાજુ ઉંચા તાપમાન માટેની ચેવતણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. તીવ્ર હિટવેવ કચ્છના જુદા જુદા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી બે દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં પારો ૪૧થી ૪૫ સુધી રહી શકે છે. આજે સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૫.૭ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત ડિસામાં પણ પારો ૪૫.૨ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં આજે પારો ૪૪.૬ ડિગ્રી રહ્યો હતો. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પાણીના જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. વધતી જતી ગરમી વચ્ચે હાલમાં લોકોને સાવધાવ રહેવાની જરૂર છે. બીજી બાજુ હાલમાં ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો જરૂરી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે.
બીજી બાજુ વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડના ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૯ દિવસના ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે.

Related posts

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં ૧૩ તૂટે જેવો ઘાટ

aapnugujarat

આજથી વાહનો પર ફાસ્ટેગ ફરજીયાત..

editor

૨૮ લાખના નિકલ ધાતુની ચોરી કેસનો આરોપી ઝબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1