Aapnu Gujarat
गुजरात

૨૮ લાખના નિકલ ધાતુની ચોરી કેસનો આરોપી ઝબ્બે

અડાલજ ખાતેના ખોડિયાર કન્ટેનર ડેપોમાં એક કન્ટેનરમાંથી કુલ રૂ.૨૮ લાખની કિંમતની નિકલ ધાતુ ચોરી થવાના પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચના આરોપીએ મૂળ રાજસ્થાનના વતની એવા આરોપી રોશનલાલ સુરજમલ ગુર્જર(રાજસ્થાની)ને ઝડપી લીધો હતો. ક્રાઇમબ્રાંચે આરોપીની બોલેરો જીપમાંથી રૂ.૨.૭૭લાખથી વધુની કિંમતની ૫૦૫ કિલો નિકલ ધાતુ સહિત કુલ રૂ.૬.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ જારી રાખી છે. શહેર ક્રાઇમબ્રાંચની એન્ટી ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમટીમના અધિકારીઓએ બાતમીના આધારે જીજે-૦૧-ડીટી-૭૧૦૫ નંબરની બોલેરો કારના ચાલક રોશનલાલ સુરજમલ ગુર્જરને આંતરીને તેની પૂછપરછ કરી હતી અને કારની જડતી લીધી હતી. જે દરમ્યાન પોલીસને જીપમાં ચોરસ આકારના નિકલ ધાતુના વજનદાર ટુકડા ૧૦ નંગ કંતાનના થેલામાંથી મળી આવ્યા હતા. નિકલ ધાતુની કિંમત ૨.૭૭લાખથી વધુની અને તેનું વજન ૫૦૫ કિલો થયુ હતું. પોલીસે આરોપીની બોલેરો કાર પણ કબ્જે લીધી હતી. આરોપીની કડક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, થોડા સમય પહેલા અડાલજ પોલીસ સ્ટેશ વિસ્તારમાં ખોડિયાર કન્ટેનર ડેપોમાં કન્ટેનરના સીલ તોડી તેમાંથી કુલ રૂ.૨૮ લાખની કિંમતની નિકલ ધાતુની ચોરી થઇ હતી. જેથી પોલીસે બાકીનો જથ્થો કયાં છે અને આ સમગ્ર ગુનામાં આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  ક્રાઇમબ્રાંચની ઝીણવટભરી પૂછપરછમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, પકડાયેલો આરોપી રોશનલાલ સુરજમલ ગુર્જર અગાઉ પણ સને ૨૦૦૯માં વટવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં તેમ જ ૨૦૦૨માં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેકટરીઓમાં ભંગાર સહિતના મુદ્દામાલની ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. પોલીસે આરોપી પાસેથી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Related posts

નારોલમાં ભાઇના મોતનો બદલો લેવા મિત્રએ જ મિત્રની હત્યા કરી

aapnugujarat

રાજ્યનાં ૧૪ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયાં

aapnugujarat

લીલાપુર ફાર્મહાઉસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા શરાબનો જથ્થો કબજે કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1