Aapnu Gujarat
Uncategorized

ચારિત્ર્યની પરીક્ષા : કિશોરીનો હાથ ઉકળતાં તેલમાં નંખાવ્યો

આજની ૨૧મી સદીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા વચ્ચે કુરિવાજોનો દૌર ચાલી રહ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છર જેમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીએ ચારિત્ર્ય બાબતે શંકા કરી પરાણે ઉકળતા તેલમાં હાથ બોળી દેવાતા ચકચાર જાગી છે. આ કુપ્રથાથી દાઝેલી કિશોરી હાલ સારવાર હેઠળ છે. કિશોરીના પરિવારજનોએ જણાવ્યું કે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીના પિતાનું કેટલાક સમય પહેલા અવસાન થતા તેની માતા કે જે રાજકોટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદારની નોકરી કરે છે તેણે ફોટોગ્રાફીનું કામ કરતા યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યાર બાદથી આ પરિવાર ભગવતીપરામાં ડુપ્લેક્ષ મકાનમાં ઉપરના માળે ભાડેથી રહે છે. જ્યારે નીચેના માળે દંપતી તેના એક સંતાન સાથે રહે છે. દરમિયાન એકથી બે માસ પહેલા કિશોરી ઘરે એકલી હતી ત્યારે નીચેના માળે રહેતો રાહુલ નામનો શખ્સ ત્યાં ધસી ગયો હતો અને કિશોરી પર નજર બગાડી આબરૃ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આથી ડરી ગયેલી યુવતી ત્યાંથી પોતાને બચાવી ભાગી ગઈ હતી અને તેની માતાને આ બાબતે વાત કરી હતી. બીજી તરફ રાહુલ અને તેની પત્ની સુમનબેને આ વાત માનવાનો ઈન્કાર કરી ઉલ્ટાનો કિશોરીના ચારિત્ર્ય પર શંકા કરી હતી. જો કે કિશોરીની સગાઈ રાહુલના અંગત સંબંધી સાથે થઈ હોય સગાઈ તુટી જવાની બીકે આ વાત કોઈને કરી ન હતી. બાદમાં કિશોરી પર ચારિત્ર્યની શંકા કુશંકા થતા આ મામલો ઉકળતા તેલમાં હાથ નાખવાની કુપ્રથા સુધી પહોંચી ગયો હતો. દરમિયાન ગઈકાલે તમામ કિશોરીના ફળીયામાં ઉકળતા તેલની કુપ્રથા આરંભી હતી જેમાં કિશોરીએ ચારિત્ર્ય અંગે કિશોરી અને રાહુલે હાથ તેલમાં બોળવાનું નક્કી કરાયું હતું. ગઈકાલે યુવતીએ ચારિત્ર્ય સાફ કરવા ઉકળતા તેલમાં હાથ નાખતા દંપતી રાહુલ અને તેની પત્ની અનસુયાબેને તેના હાથ પકડી પરાણે ત્રણથી ચાર મીનીટ તેમાં રખાવી મુકતા કિશોરી હાથે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જો કે રાહુલે હાથ નાખ્યો ન હતો. આ ઘટના બાદ કિશોરી તેના એક સંબંધી સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જો કે ત્યાંથી તેને દવા આપી રજા અપાઈ હતી. પરંતુ કિશોરીને વધુ દુઃખાવો થતા તેને આજે દાખલ કરાઈ હતી અને એમએલસી કેસ જાહેર કરાયો હતો. બીજી તરફ આ અંગે કિશોરીના આંગળીયાત પિતા કે જે બહાર હતા તે પરત આવતા આ અંગે જાણ થતા તે પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. બી ડીવીઝન પોલીસના પીએસઆઈ ઝાલા અને રાઈટર મનોજભાઈએ હોસ્પિટલે જઈ જરૃરી કાર્યવાહી કરી દંપતી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

ढंग से चुनाव लड़े या नाम वापस ले : इंद्रनील : विजय रूपाणी को दी चुनौती

aapnugujarat

PKL-7: Bengal Warriors defeated Telugu Titans by 40-39

aapnugujarat

ઇણાજ ગામે સાવત્રી સખી મંડળ દ્રારા ઉજવ્યો દશાબ્દી કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1