Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

મહાભિયોગ દરેક સમસ્યાનું નિવારણ નથી : જસ્ટિસ ચેલમેશ્વર

આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ કરનાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો પૈકી એક જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું કે ન્યાયપ્રણાલીની દરેક સમસ્યાનો ઉકેલ મહાભિયોગ નહીં હોય, સિસ્ટમને સુધારવાની જરૂર છે. તેમણે દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ વાત જણાવી હતી.જસ્ટિસ ચેલામેશ્વરે આ વર્ષે ૧૨ જાન્યુઆરીના ૩ અન્ય જજો જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વર્તમાન ન્યાયપ્રણાલીની પરિસ્થિતિઓ વિષે જાહેરમાં વાત કરી હતી. તેમણે દેશની વડી અદાલતમાં કામકાજ સંબંધિત મુદ્દાઓને ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે મુખ્યા ન્યાયમૂર્તિ તરફથી આ માટે યોગ્ય પરિણામ નથી મળ્યું. પ્રેસ કોન્ફરન્સ તેમની ‘પીડા’ અને ‘ચિંતાઓ’નું પરિણામ હતું.જસ્ટિસ ચેલામેશ્વર લોકતંત્રમાં ન્યાયપાલિકાની ભૂમિકા વિશે બોલી રહ્યા હતા. તેમણે માસ્ટર ઓફ રોસ્ટર તરીકે બેન્ચોની રચના અને વિવિધ જજોને કેસો ફાળવવા ચીફ જસ્ટિસની પ્રાથમિકતા સાથે સંલગ્ન પ્રશ્નોનો પણ જવાબ આપ્યો હતો.
જસ્ટિસ ચેલમેશ્વરજણાવ્યું કે સીજેઆઈ કોઈ શંકા વગર ‘માસ્ટર ઓપ રોસ્ટર’ છે, સીજેઆઈ પાસે તેનો પાવર છે. તેમણે જણાવ્યું કે સીજેઆઈને બેન્ચોની રચનાનો પણ અધિકાર છે પરંતુ બંધારણિય વ્યવસ્થા હેઠળ પાવર સાથે તેટલી જવાબદારી પણ જોડાયેલી હોય છે. જસ્ટિસે જણાવ્યું કે પાવરનો ઉપયોગ લોક હિત મેળવવા પણ કરવો પડે છે. તમારી પાસે પાવર છે એટલા માટે ફક્ત તમે તેનો ઉપયોગ ના કરી શકો.
તેમને પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે બેન્ચોની રચના તેમજ કેસની ફાળવણીની સત્તાનો ઉપયોગ મનફાવે તેમ ના થવો જોઈએ તો તેમણે જવાબમાં હા ભણી હતી. વરિષ્ઠ પત્રકાર કરણ થાપરે આ પ્રશ્ન કર્યો હતો કે સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગ માટે પુરતો આધાર છે ત્યારે તેમણેક હ્યું કે આ સવાલ જ શા માટે છે. એક દિવસ કોઈ મારી વિરુદ્ધ પણ મહાભિયોગની માગ કરી શકે છે. મને નથી સમજાતું કે આ દેશમાં મહાભિયોગને લઈને ચિંતા શા માટે છે. અમે ચારેય જજોએ પત્રમાં લખ્યું હતું કે વ્યવસ્થાને સુધારવા માટે યોગ્ય મિકેનિઝમ હોવું જરૂરી છે.જસ્ટિસ ચેલામેશ્વરે વધુમાં જણાવ્યું કે, ‘મહાભિયોગ દરેક સવાલ અથવા સમસ્યાનો જવાબ ના હોઈ શકે. કેટલાક દિવસો પૂર્વે મે સાંભળ્યું હતું કે મારી વિરુદ્ધ મહાભિયોગની વાત થઈ રહી હતી. હું લોકો સાથે સહમત નથી પરંતુ હું આમ કહેવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરીશ.’
હાર્વર્ડ ક્લબ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ૨૨ જૂનના નિવૃત થયા બાદ તેઓ સરકાર પાસે કોઈ નિયુક્તી નથી ઈચ્છતા. ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળો સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાના છે. દેશના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ સીજેઆઈને મહાભિયોગનો સામનો નથી કરવો પડ્યો.

Related posts

અયોધ્યા : કેન્દ્રની અરજી સામે સુપ્રીમ કોર્ટમાં વધુ અરજી થઈ

aapnugujarat

Decrease in crimes after Ayodhya verdict : Maurya

aapnugujarat

दिल्ली हिंसा में अब तक 18 लोगों की मौत, सीलमपुर में सुधरे हालात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1